કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં તબાહી મચાવી છે જેને લીધે કેટલાય દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા હોય છે. ત્યારે સારવાર દરમિયાન વધારે માત્રામાં આપવામાં આવતી દવા અને ઇન્જેક્શનને કારણે ઘણી આડ-અસર જોવા મળી રહી છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ જયારે સારવાર હેઠળ હોઈ છે ત્યારે તેમને દવા સાથે આપવામાં આવતા સ્ટિરોઇડની આડઅસર હવે જોવા મળી રહી છે. કોરોનાને હરાવ્યા પછી હોજરી-આંતરડામાં કાણાં કે લોહી પડવા, પેટમાં ચાંદા પડવા જેવી ઘણી ફરિયાદો સાથે મોટા પ્રમાણમાં લોકો પેટના નિષ્ણાત ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે સારવાર કરાવવા માટે આવી રહ્યા છે. તો ઘણા દર્દીઓને ઉલટી અને ભય બાદ અન્ય લક્ષણો જોવા મળે છે. નિષ્ણાત ડોક્ટરોના મતે કોરોનાની સારવારમાં અપાયેલા સ્ટિરોઇડ્સના વધુ પ્રમાણના ડોઝને કારણે આ આડઅસર જોવા મળી રહી છે.
આંતરડા અને હોજરીમાં ભારે નુકસાન થાય છે:-
કોરોનાગ્રસ્ત દર્દીઓની પૂછપરછ કરતા ચોકાવનારી બાબતો સામે આવી છે. કોરોનાને હરાવી ચુકેલા લોકોમાં ઘણા લોકો લોહી પાતળું થવાની દવાઓ કોઈ ડોક્ટરની સલાહ લીધા વગર જ આડેધડ લઇ લે છે. જયારે લોકોને શરૂઆત માં થોડીક રાહત મળી હોય તેવુ લાગે છે. પરંતુ થોડા દિવસોમાં જ ગંભીર નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. આડેધડ લેવામાં આવેલ દવાઓને લીધે તેમના શરીરમાં આંતરડા અને હોજરીને ગંભીર નુકસાન પહોચે છે. આ બેદરકારી ક્યારેક ખુબ જોખમી પણ સાબિત થઈ શકે છે.
કોરોનામુક્ત થયા બાદ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી:-
નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર કોરોનામુક્ત થયા બાદ 7 થી 10% દર્દીઓમાં આવી તકલીફ જોવા મળી રહી છે. જેમાં મોટા ભાગના દર્દીઓ કોરોનામુક્ત થયા બાદ હોસ્પીટલમાંથી રજા મેળવી લીધા પછી પણ ડોક્ટરોની વિઝીટ માટે નહોતા જતા. જો લોકો કરશે તો સ્થિતિ ગંભીર બની જય છે અને ખુબ જ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. કોરોના મટી ગયા પછી ડોક્ટરોની સલાહ મુજબ જ દવાઓ લેવી જોઈએ અને સમયસર રીપોર્ટસ કરાવવાની પણ તબીબો સલાહ આપે છે.
લોહી પાતળું કરવાની દવાના વધારે પ્રમાણમાં ડોઝ લેવાથી આંતરડામાં નુકશાન થઈ શકે છે:-
તબીબોની સલાહ વગર કોઈ પણ દવા આડેધડ ન પીવી જોઈએ. લોહી પાતળું કરવાની દવા વધુ પ્રમાણમાં પીવાથી જુના ટાયરના ટ્યુબની જેમ આંતરડાની દીવાલો પણ થોડી ફૂલી જાય છે. જેને કારણે ભાગ નબળો બને છે અને તે ભાગ પરથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે. જો આ બાબતને દર્દી ગંભીર રીતે ન લેતો પેપ્ટિક અલ્સર થયા બાદ દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. સાથે આ દર્દીઓમાં યકૃતમાં પણ વધારાના રસાયણો વધી જતાં સોજો આવે છે અને લીવર ફેલ્યોર થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
ઝાડા,પેટ ફૂલી જવું, ઉલટી થવી જેવાં લક્ષણો દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો:-
ડી ડાઇમર, પ્લેટલેટ, પેટના ભાગનો સિટીસ્કેન એન્જિયોગ્રાફી સાથે કરાવવો જરૂરી છે. પહેલા કોઈ પણ પ્રકારની બીમારી ન હોય તો પણ કોરોના મુક્તથયા બાદ ઝાડા થવા, ઉબકા આવવા, પેટ ફૂલી જવું જેવા લક્ષણો દેખાઈ તો તરત જ ડોકટરોનો સંપર્ક કરીને એન્ડોસ્કોપી અને લોહીના રિપોર્ટ કરાવી લેવા જોઈએ. કાર્ડિયાક ડ્રગ્સ અને હૃદયરોગના દર્દીઓએ ખુબ જ સાવચેતી રાખવી જોઈએ.
દવાઓ બંધ કરતાં ગેંગરિન થવાની શક્યતા:-
કોરોનામુક્ત થયા બાદ પણ શરીરમાં લોહીના થક્કા જામી જાય છે. જયારે દર્દી લોહી પાતળું કરવાની દવા લેવાનું બંધ કરી દે ત્યારે મગજ અને હદય કે ફેફસા ઉપરાંત હોજરી-આંતરડાની નળીઓમાં પણ લોહીના થક્કા જામી જાય છે. જેને લીધે તે બરોબર કાર્ય કરી શકતા નથી અને હોજરી-આંતરડાની અંદર જ લોહી જામી જતા ગેંગરિન થઈ શકે છે. – ડો. દેવાંગ શાહ, ગેસ્ટ્રોલોજિસ્ટ.
પેટમાં થતા દુ:ખાવાની અવગણના કરશો નહી:-
કોરોના મટી ગયા બાદ પેટમાં ખાસ કરીને નાભીની પાછળના ભાગે દુ:ખાવો થાય તો તેની નકારશો નહીં. કેમ કે આ ભાગમાં લોહીના થક્કા જામવાની શરૂઆત થઈ ચુકી હોઈ છે. જેને લીધે તરત જ સારવાર શરૂ કરાવી જોઈએ. કોરોનામાંથી સાજા થયા બાદ એક મહિના સુધી દર 5 દિવસે ડોક્ટરની તપાસ અને દર 10 દિવસે રિપોર્ટસ કરાવવાના કારણે સાચું મુલ્યાંકન કરી શકાય છે. – ડો. પંકજ જૈન, ગેસ્ટ્રોલોજિસ્ટ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.