દાળમાં ગરોળી હતી એવું સાંભળતા જ લોકોના બીપી વધી ગયા: જાણો શું છે મામલો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા યુપી અને બિહારવાસીના એક સમૂહ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનમાં બનાવાયેલી દાળમાં ગરોળી પડી હોવાનું માલૂમ થતાં જ…

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા યુપી અને બિહારવાસીના એક સમૂહ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનમાં બનાવાયેલી દાળમાં ગરોળી પડી હોવાનું માલૂમ થતાં જ અગાઉ જે લોકોએ જમી લીધું હતું તેમને આ વાતની જાણ થતાં જ તેઓના હોશ ઊડી ગયા હતા, આ દશેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેમને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી જ્યારે એકનું બીપી વધી જતાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા.

મુખ્ય તસ્વીર સાંકેતિક છે.

ભેસ્તાનના શ્રીરૂપ એપાર્ટમેન્ટમાં રહેતા અનિલસિંગ ફોજદાર સિંગ તથા અન્ય મિત્રોએ મળીને 150 લોકો માટે સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું.આ સમૂહ ભોજનમાં મેન્યુમાં દાળ-ભાતનું ભોજન રાખવામાં આવ્યું હતું, તે બનતાં જ પહેલાં દશેક વ્યકિતએ જમી લીધું હતું. ત્યારબાદ બીજા મિત્રો જમવા બેસી રહ્યાં હતા ત્યારે તેમના માટે પીરસવાની દાળ કાઢી રહ્યાં હતા ત્યારે એમાંથી ગરોળી નીકળતા જ ભાગદોડ મચી ગઈ હતી અને જે લોકોએ જમી લીધું હતું તેમના તો ડરથી થથરી ઉઠ્યા હતા. લોકોને ગરોળીની વાત સાંભળીને ઉબકા આવવા માંડ્યા હતા. અનિલસિંગ , ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અવધ નારાયણ પંડિત( 45), રમેશ રાજનાથ પાટીલ, જેશ પ્રેમશંકર મિશ્રા, સુરેશ તિવારી, વિપુલ મનીષ મિશ્રા વગેરેએ સમૂહ ભોજનમાં જમી લીધું હતું તે તમામને તત્કાળ નજીકની હોસ્પિટલમાં રિફર કરીને પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યા સારવાર દરમિયાન જ અનિલનું બીપી વધી જતાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. આ તમામ ટ્રાન્સપોર્ટ, માર્કેટિંગ, મીલ સુપરવાઈઝર અને ડાઈંગના વ્યવસાયમાં સંકળાયેલા છે. જોકે વહેલીતકે ગરોળી પડી હોવાની જાણ થતાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

ઉપરના તથ્યો સોશિયલ મીડિયા માં વાઈરલ થયેલી પોસ્ટમાંથી લેવાયેલ છે. જેની સાથે અમારી  સંસ્થાને કોઈ સબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *