કોરોનાની રસી લેવા માટે શખ્સ બન્યો સ્પાઈડરમેન, કરી નાખી એવી હરકત કે…- વિડીઓ જોઇને હસવું નહિ રોકી શકો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે. કોરોનાવાયરસના સંક્રમણ સામે, રક્ષણ માટે, કોરોના રસી લેવી મહત્વપૂર્ણ છે. જો કે, કોવિડ -19 રસી મેળવવી એટલી સરળ નથી. આ માટે કોઈને કોઈ લોકો રસી લેવા માટે જુગાડ અપનાવતા હોય છે. અમુક વ્યક્તિઓ પૈસા દઈને વેક્સીન લઇ રહ્યા છે તો અમુક લોકો લાંબી લાઈનમાં તેનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હમણાં જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં રસી લઇ રહેલો વ્યક્તિ પોતાનો અલગ જ નુસ્ખો અપનાવે છે અને રસી લઇ લે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

રસીકરણનો આ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓ જોઇને તમે ખડખડાટ હસી પડશો. ખરેખર વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સ્પાઇડરમેનની જેમ બે દિવાલો વચ્ચે લટકતી બારી સુધી પહોંચે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આરોગ્ય કર્મચારી પણ તેની રસી બારીમાંથી આપી રહ્યા છે.

હરહમેંશ ભારતવાસીઓ કોઈને કોઈ જુગાડ કરવામાં મોખરે જ હોય છે. તે પોતાના મગજ પ્રમાણે અલગ અલગ નુસ્ખાઓ અપનાવે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં કોરોના વાયરસની રસી લેવા માટે રસીકરણ કેન્દ્રમાં ભારે ભીડ હોય છે. જેને જોઇને આ શખ્સે દિવસ પર ચડીને રસી લીધી હતી. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *