સોસીયલ મીડિયામાં મળ્યા અને હોટલમાં પ્રેમ પાંગર્યો, પછી થયું એવું કે રોજકોટ પોલીસને વધી ગયું ટેન્શન

રાજકોટ(ગુજરાત): રાજકોટમાં ગંદી વેબસીરીજ જેવી ઘટના ઘટી છે. જેમાં યુવતીને સોશિયલ મીડિયા દ્રારા પરિણીત ગૌતમ મેરામ ગરાણીયા સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્નની લાલચ આપીને અવારનવાર અલગ અલગ જગ્યાએ શરીરીક સંબંધ બાંધ્યા પછી યુવતીને તરછોડી દીધી હતી. જયારે યુવતી યુવકને મળવા તેના ઘરે પહોંચી ત્યારે યુવકે જણાવ્યું હતું કે, મારે પત્નીને અને એક બાળકો પણ છે. આ ઘટના બાદ યુવતી હચમચી ગઈ હતી અને આપઘાત કરવા જતી હતી ત્યારે યુવકના સગાએ તેને આપઘાત કરતા અટકાવી ફરિયાદ કરવા સમજાવી હતી. ત્યારબાદ હાલ યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

મળતી માહિતી અનુસાર, આ મામલે પોલીસે કલમ 376(2)(ગ) અને એટ્રોસીટી એકટ અંતર્ગત આરોપી ગૌતમ મેરામભાઈ ગરણીયાની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે. પોલીસમાં ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે, મારે સોશિયલ મીડિયા મારફત ગૌતમ સાથે પરીચય થયા બાદ ચેટીંગ શરૂ થઇ હતી. ગત જુલાઈ માસમાં રાજકોટ આરોપી તેને મળવા આવ્યો હતો. યુવતીના જણાવ્યા અનુસાર, ગૌતમે કોલ કરતા હું હોટલમાં મળવા ગઈ હતી. ત્યારે તેને કહ્યું હતું કે, તે મને ખુબ પ્રેમ કરૂં છું અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. અને તે અપરીણીત છે માટે જો મારી હા હોય તો તે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ ગૌતમ ફરીથી રાજકોટ આવ્યો હતો અને જે હોટલમાં રોકાયો હતો. ત્યાં મારી સાથે બે વખત શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો. થોડા સમય બાદ આરોપી ત્રીજી વખત મને મળવા આવ્યો હતો.

ગઈ તા. 12 જુલાઈનાં રોજ આરોપી ફરીથી રાજકોટ આવ્યો હતો. તેને લીમડા ચોકમાં આવેલા ગેસ્ટ હાઉસમાં બોલાવતા યુવતી ત્યાં ગઈ હતી. જયાં ફરીથી આરોપીએ તેની શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બન્ને જૂનાગઢ ગયા હતાં. જયાં કાળવા ચોકનાં ગેસ્ટ હાઉસમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી બન્ને સુરત ગયા હતાં. જયાં રોકાઈ બસમાં દ્વારકા ગયા હતાં. ત્યાં તેઓ હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતાં.

ત્યાં પણ આરોપીએ શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે પહેલા લગ્ન કે મૈત્રી કરાર કરવાનું કહી ઈન્કાર કરી દીધો હતો. આમ છતાં આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ રાજકોટ આવ્યા હતાં. એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી આરોપી તેના ડોક્યુમેન્ટની બેગ લઈ હમણાં આવું છું તેમ કહી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી યુવતી આપઘાતના કરવા માટે માધાપર ચોકડી ગઈ હતી. જયાં તેને આરોપીના 2 પરીચીતો મળ્યા અને તેને સમજાવવા આવ્યા હતાં. મોડી રાત્રે મહિલા પોલીસ મથકે ફરીયાદ કરવા ગઈ હતી. જયાંથી તેના પિતાને કોલ કરાતા તેમણે સંબંધ રાખવાનો ઈન્કર કરી દીધો હતો. આજે આખરે ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે મહિલા ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *