ઊંઘમાં આ વ્યક્તિ બનાવે છે ઉત્તમ પેંટિંગ્સ પણ જાગે ત્યારે થાય છે આવું

દુનિયાભરના કરોડો લોકોમાં અનેક એવા વિચિત્ર લોકો પણ હોય છે જે તેમની હરકતોના કારણે પ્રખ્યાત થઈ જાય છે. આવી જ એક વ્યક્તિ છે બ્રિટેનની જે ઊંઘમાં પેંટિંગ બનાવે છે. જી હાં લી હૈડવિન ઊંઘમાં પેંટિંગ્સ બનાવે છે અને આવું એ ત્યારથી કરે છે જ્યારે તે 4 વર્ષના હતા.

પહેલા હૈડવિન દીવાલો પર પેંટિંગ્સ બનાવતા પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તે આ કળામાં પણ નીપુણ થઈ ગયા. જ્યારે હૈડવિન 15 વર્ષના હતા ત્યારે તેણે હોલિવૂડની અભિનેત્રી મર્લિન મુનરોનું પોટ્રેટ બનાવ્યું હતું. પરંતુ જ્યારે તેને પુછવામાં આવ્યું કે આ પોટ્રેટ તેણે ક્યારે બનાવ્યું તો તેને યાદ ન હતું.

હૈડવિનની ખાસિયત છે કે તે પોતાની બેસ્ટ પેંટિગ્સ સુતી વખતે બનાવે છે. તેણે કરેલા આ દાવા પર કાર્ડિફ યૂનિવર્સિટીની પેની લુઈસએ રિસર્ચ પણ કરી હતી.

તેમનું કહેવું છે કે આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિનું મગજ અર્ધનિંદ્રામાં હોય. કેટલાક લોકો તેના કારણે વધારે પડખા ફરે છે, કેટલાક ચાલે છે, કેટલાક ઊંઘમાં બડબડ કરે છે. મગજમાં જ્યારે ઊથલ પુથલ હોય ત્યારે આવું તાય છે. પેની લુઈસનું કહેવું છે કે આ કોઈ નવી વાત નથી તે સામાન્ય પ્રક્રિયા છે. હૈડવિનના કેસમાં એવું થયું છે કે તે આ સ્થિતીથી થોડા આગળ વધી ગયા છે અને તે એ કામ કરે છે જે વ્યક્તિ જાગતી હોય ત્યારે કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *