વ્યક્તિના ઘરમાં ઘુસતાની સાથે જ ખતરનાક સાંપે કર્યો હુમલો અને પછી… – વિડીયો જોઇને તમે પણ હચમચી જશો

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.

થાઈલેન્ડથી એક વિડીયો ફૂટેજ સામે આવ્યો છે, જેમાં એક સાપ એક માણસ પર હુમલો કરતા જોવા મળે છે. એક માણસ પોતાની ધૂનમાં હતો, તે દરમિયાન એક સાપે તેના પર હુમલો કર્યો. આ વીડિયો જોઈને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જશે. આ વિડીયોમાં તમને થાઈલેન્ડમાં એક ઘરનું ફળિયું બતાઈ રહ્યું છે, જ્યાં ડાઇનિંગ ટેબલ અને બે ખુરશીઓ રાખવામાં આવી છે. આંગણાને અડીને એક નાની લોન પાથરેલી છે. વીડિયો શરુ થયાની થોડીક જ સેકન્ડોમાં, લાલ શર્ટ પહેરેલો એક માણસ ફળિયામાં પ્રવેશ કરે છે અને ટેબલ સરખું કરવાનું શરૂ કરે છે.

તે જ સમયે અચાનક ડાબી બાજુથી એક સાપ આવે છે અને તે સીધો જ વ્યક્તિ પર સીધો હુમલો કરે છે. સાંપ પાછળ પડવાને કારણે વ્યક્તિ પણ ત્યાંથી ભાગવા લાગે છે. થોડા સમયે તો એવું લાગ્યું કે સાંપ આ વ્યક્તિને ડંખીને જ રહેશે પરંતુ એવું ન થયું. વિડીયો જોનારા ઘણા લોકોએ કહ્યું કે, ઘરના માલિકનો પીછો કરતી વખતે સાપ ખૂબ જ ગુસ્સે દેખાતો હતો.

એક યુઝરે કોમેન્ટમાં પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, “મને ખબર નહોતી કે કેટલાક સાપ આટલા બધા આક્રમક હોય છે” બીજાયુઝરે કોમેન્ટમાં પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે કહ્યું, “હુમલો સંપૂર્ણપણે બિનઉપયોગી.” એક વ્યક્તિએ કહ્યું, “મેં હમણાં જ એક સાપને મારવાનો પ્રયાસ કરતા જોયો છે.”

હાલમાં આ ખતરનાક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને જોઇને સૌ કોઈ લોકો ચોંકી જાય છે. અમુક લોકો કહી રહ્યા છે કે સાંપ તો બહુ ઝડપી છે. આ વિડીયોને જોઇને સૌ કોઈ હચમચી જાય છે. આ પ્રકારે અચાનક જ કોઈ વ્યક્તિ પર સાંપ દ્વારા હુમલો કરવો એ ખુબ જ ખતરનાક કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *