ચિતાનું રોદ્ર સ્વરૂપ- જુઓ કેવી રીતે લોનમાં સુતેલા શ્વાનને એક જ સેકન્ડમાં બનાવી લીધું શિકાર

આપણે સૌ અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક વિડીઓ જોતા હશું. ક્યારેક રમુજી વિડીઓ જોતા હશું તો ક્યારેક દિલધડક વિડીઓ જોતા હશું. ઘણીવાર જંગલી જાનવરો રહેઠાણ વિસ્તારોમાં…

આપણે સૌ અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક વિડીઓ જોતા હશું. ક્યારેક રમુજી વિડીઓ જોતા હશું તો ક્યારેક દિલધડક વિડીઓ જોતા હશું. ઘણીવાર જંગલી જાનવરો રહેઠાણ વિસ્તારોમાં ઘુસી આવે છે અને તબાહી મચાવી દે છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ભૂંસે ગાંવમાં રાતના અંધારામાં કંઈક એવું થયું કે, તે જોઈને આંખો પોહળી થઇ જશે. હાલમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક ચિત્તાએ ઘરની બહાર સુતા કુતરાને પોતાનો શિકાર બનાવી લીધો હતો.

ANI દ્વારા એક ઘરની બહારના સીસીટીવી ફૂટેજ શેર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર આ સીસીટીવી ફૂટેજ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડિઓ રાતનો છે અને એમાં એક કૂતરો એક ઘરની બહાર મજાની ઊંઘ ખેંચી રહ્યો છે. ત્યાંજ રેલિંગની ખુલ્લી જગ્યામાંથી એક જંગલી ચિત્તો ઘરની અંદર ઘુસી જાય છે. અને તે સુતા કૂતરાને પોતાના મોમાં ઝડપી લે છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટસ આવી રહી છે. કેટલાક લોકો તેને પ્રકૃતિનું સંતુલન કહી રહ્યા છે અને કેટલાક દુ:ખદ અકસ્માત છે. ઘણા લોકો તે દીપડાને પકડવાની પણ માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં તે બીજા કોઈને નુકસાન ન પહોંચાડે. આ ઉપરાંત દરેક વ્યક્તિને કૂતરાની સ્થિતિ જાણવા માટે ઉત્સુકતા છે.

જ્યાં સુધી કૂતરાને પોતાની સાથે થયેલ દુર્ઘટનાનો એહસાસ થાય ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ગયું હતું. ચિત્તો તેને પોતાના જડબામાં દબાવીને ત્યાંથી બહાર લઇ ગયો હતો. આ 36-સેકંડનો વાયરલ વીડિયો અત્યાર સુધી 25 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ જોઇને હેરાન રહી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *