સુરત(Surat): રાજસ્થાન(Rajasthan)ના મંદિર ખાતે મળવાનું બહાનું આપીને સેલ્ફી ફોટો પાડી લઈ તે ફોટો થકી વરાછા(Varachha)ની પરિણીતાને બ્લેકમેઈલ કરી કુટુંબી કાકાએ યૌન શોષણ કર્યું હતું. આરોપી પરિણીતાને ધમકીઓ આપીને ભગાડી પણ ગયો હતો. ત્યારબાદ વરાછા પોલીસે આરોપી લક્ષ્મણ રબારી ની ધરપકડ કરી હતી.
વરાછા ત્રીકમ નગર ખાતે રહેતી પીડિતા મૂળ રાજસ્થાનની વતની છે. દોઢ વર્ષ પહેલા પીડિતાના લગ્ન થયા હતા. આ દરમિયાન કુટુંબી કાકા લક્ષ્મણ વાઘા રબારી સાથે તેણી નો પરિચય થયો હતો. ગયા બીજા લોક ડાઉન માં પરિણીતા સાથે વતન રાજસ્થાન ગઈ હતી. તારે કુટુંબી કાકા લક્ષ્મણ રબારી પરિણીતા સાથે ફોન પર વાત કરતો હતો.
લક્ષ્મણ રબારી રાજસ્થાન લઈ જઇ પરિણીતાને ગામ ના મંદિર પાસે મળવા બોલાવી હતી. તે વખતે લક્ષ્મણે પોતાના મોબાઈલમાં બંનેનો સેલ્ફી ફોટો લઇ લીધો હતો. ત્યારબાદ લક્ષ્મણ વારંવાર તમને કોલ કરીને સેલ્ફી ફોટો ના નામે બ્લેકમેલ કરી ધમકી આપતો હતો. સુરત પરત ફર્યા બાદ પણ લક્ષ્મણ રબારી કોલ કરીને પરિણીતાને હેરાન કરતો હતો.
એક દિવસ બપોરના સમયે પરિણિતા ઘરે એકલી હતી ત્યારે લક્ષ્મણ રબારી ઘરે આવી બળજબરીપૂર્વક ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. લક્ષ્મણ રબારી એ પરિણીતા સાથે ચુંબન કરતા ફોટો પણ મોબાઈલમાં પાડી લીધા હતા. આ રીતે ફોટોગ્રાફ થકી અને તે ભાગી જવા પણ દબાણ કરતો હતો. ગઈ તારીખ 5-10-2021ના રોજ પરિણીતા લક્ષ્મણ રબારી સાથે ભાગી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.