મુસાફરોથી ખચોખચ ભરેલું પ્લેન ઉડાન ભરે તે પહેલા જ અડફેટે આવ્યો ટ્રક, કેમેરામાં કેદ થયો ભયંકર અકસ્માત

પેરુની રાજધાની લીમાના એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી હતી. રનવે પર ફાયર બ્રિગેડની ટ્રક પ્લેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બે ફાયરમેનના…

પેરુની રાજધાની લીમાના એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના ઘટી હતી. રનવે પર ફાયર બ્રિગેડની ટ્રક પ્લેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બે ફાયરમેનના મોત થયા હતા. ટક્કર બાદ વિમાનમાં આગ લાગી હતી, પરંતુ સદનસીબે તેમાં સવાર મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું.

LATAM એરલાઈન્સની ફ્લાઈટ લિમાના જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ કરી રહી હતી. ત્યારે રનવે પર સામેથી એક ટ્રક આવી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને વચ્ચે ઘણું અંતર હતું. પ્લેન નજીક આવતા જ ટ્રક ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું.

વિમાને ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. વિમાનનું એક વિંગ જમીન પર અથડાયું અને આગ લાગી. વિમાનમાં 102 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. તમામ ભાગી છૂટ્યા હતા.

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના બાદ એરપોર્ટની તમામ કામગીરી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. અમે તાત્કાલિક પગલાં લીધા અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા.

આ પહેલા પણ પેરુની પ્રખ્યાત નાઝકા લાઈન્સ પાસે એક પ્રવાસી વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનના 2 ક્રૂ મેમ્બર સહિત 7 લોકોના મોત થયા હતા. આ ઘટનાની માહિતી પેરુના પરિવહન મંત્રાલયે આપી હતી. પ્લેન નાઝકા લાઈન્સના પ્રવાસ માટે પ્રવાસીઓને લઈને જઈ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *