Pest distribution in Surat New Civil Hospital: સમાજમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, બે હાથથી કરવામાં આવેલ દાન આપણને હજારો હાથથી પરત મળે છે. ત્યારે આજે નવી સિવિલ હોસ્પિટલ(Pest distribution in Surat New Civil Hospital) સુરત ખાતે સામાજિક કાર્યકર્તા ડો.અનિલભાઇ નાયકના માતાશ્રી વિદ્યાબેન જયદેવભાઇ નાયકના જન્મ દિન નિમિતે તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટ્સનું દાન કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મુળ મહેસાણાના સામાજિક કાર્યકર ડો.અનિલભાઇ નાયકએ જાણાવ્યુ કે “નાનાપણથી જ માતાશ્રીએ દાન કરવાનો મહિમા સમજાવ્યો હતો.જેથી દર વર્ષ માતૃશ્રીના જન્મ દિને વિવધ સ્થળો પર દાન આપી એમના જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ.એમને પહેલાથી જ નાના બાળકો પ્રત્યે અતૃત પ્રેમ, લાગણી હતી. જેથી મારા મનમાં વિચાર આવ્યો કે એમના જન્મદિવસે તાજા જન્મેલા બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવું એજ એમના માટે સાચી ગ્રીફ્ટ છે. જેથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા ૮૬ બાળકોને કીટ વિતરણ કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જાણાવ્યું હતું કે,“માતાશ્રી વિદ્યાબેન જગદીશભાઇ નાયકાના જન્મદિવસ નિમિતે સુરત સિવિલ હોસ્પિટલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોની જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે ઘોડિયું, ગોદડી, રૂમાલ, કપડાંની કીટ્સનું અર્પણ કર્યું હતું.આવા પ્રસંગો ખરેખર એક શીખ આપે છે, જન્મદિવસ નિમિતે આવા ભગીરથ કાર્ય કરવાથી સાચા જન્મદિવસની ઉજવણી કરી કહેવાય છે. આ પ્રસંગે નવી સિવિલના આર.એમ.ઓ.ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા સહિત નવી સિવલના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube