હાલમાં સમગ્ર ભારતમાં મંદીનું માહોલ જોવા મળી રહ્યું છે. અને સાથે-સાથે લોકોને મોંઘવારીનો પણ સામનો કરવો પાડી રહ્યો છે. અને ખાસ તો આ દિવાળીમાં એક ખુશીના સમાચાર આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત જ બીજા દિવસે ભાવમાં ઘટાડો નોંધાયો છે,જેના કારણે તહેવારોમાં સામાન્ય માણસને રાહત મળી છે.દિલ્લી,કલકતા,મુંબઇમાં શુક્રવારે 18 પૈસા જ્યારે ચૈન્નઇમાં 19 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ડીઝલમાં દિલ્હી,કોલકતા,મુંબઇમાં 8 પૈસા જ્યારે ચેન્નઇમાં 9 પૈસા પ્રત્તિ લીટર ઘટાડો થયો છે.
દેશના ઉપરના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અહીં મુજબ છે.
શહેરનું નામ | પેટ્રોલ લિટર | ડિઝલ લિટર |
દિલ્હી | 74.33 | 67.35 |
મુંબઈ | 79.93 | 70.61 |
કલકત્તા | 76.96 | 69.71 |
ચૈન્નઈ | 77.21 | 71.15 |
અમદાવાદ | 71.71 | 70.59 |
ક્રુડ ઓઇલમાં ઘટાડાના કારણે ભાવ ઘટશે એંન્જલ ડિપ્ટી વાઇસ પ્રેસિડેંટ (એનર્જી અને કરેંસી રિસર્ચ) ના અનુજ ગુપ્તાએ જણાવતા કહ્યુ છે કે તહેવારની સીઝનમાં શાકભાજી અને ફળોમાં પણ ભાવ વધારો થયો છે. અને ભારે મોંઘવારી સર્જાણી છે પણ ક્રુડમાં ભાવ ઘટાડો થતા પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાથી સામાન્ય જનતાને થોડી તો થોડી રાહત થશે. સાથે-સાથે ગુપ્તાએ કહ્યુ કે હજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યાતા છે.કારણે ક્રુડના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
16 સપ્ટેમ્બર પછી 14 ડોલર ક્રુડમાં ઘટાડો થયો
અનુજ ગુપ્તાએ સાથે-સાથે જણાવતા કહ્યુ છે કે 14 સપ્ટેમ્બરના સાઉદી અરબમાં તેલની કંપનીમાં હુમલા બાદ 16 સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય બજારમાં 28 વર્ષ બાદ એક દિવસ માટે સૈથી વધુ તેજી જોવા મળી,જ્યારે ક્રુડના ભાવ 71.95 ડોલર થઇ ગયુ હતું ,પરંતુ ક્રુડનો ભાવ 14 ડોલર પ્રતિ બેરલ ટુટ્યો છે 16 સપ્ટેમ્બર બાદ ક્રુડ 14 ડોલર ઘટ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.