ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan)માં ગુરુવારે રાત્રે 12 વાગ્યાની સાથે જ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો થયો હતો. આ સાથે કેરોસીન તેલના ભાવમાં પણ વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલ 30 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં અહીં એક લીટર પેટ્રોલ 179.86 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
પાકિસ્તાનમાં પહેલાથી જ મોંઘવારીથી હાહાકાર મચી ગયો છે, હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા બાદ રોજબરોજની વસ્તુઓના ભાવમાં મોટી અસર જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો IMF સાથે પાકિસ્તાનની વાતચીત નિષ્ફળ જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કરી જાહેરાત:
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલને સામાન પરની સબસિડી બંધ કરવા કહ્યું હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ બુધવારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તેને મદદ જોઈતી હોય તો તે તેલ પર આપવામાં આવતી સબસિડી તાત્કાલિક પાછી ખેંચી લે. આ પછી, પાકિસ્તાનના નાણા પ્રધાન ઇસ્મલે એક ટ્વિટમાં કહ્યું હતું કે સરકારે 27 મેથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ઈમરાને કર્યા ભારતના વખાણ:
આ સાથે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા છે. ભારતના વખાણ કરતા ઇમરાને ટ્વિટર પર લખ્યું કે, દેશ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે આયાતી સરકારને વિદેશી માસ્ટરને આધીન બનાવવાની કિંમત ચૂકવવાનું શરૂ કરી રહ્યું છે. ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. અસમર્થ અને અસંવેદનશીલ સરકારે રશિયા પાસેથી 30 ટકા સસ્તા તેલ માટે અમારા સોદાને અનુસર્યો નથી.
ઇમરાને આગળ લખ્યું, તેનાથી વિપરીત, ભારત, જે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી છે, તેણે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઇંધણના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. હવે આપણા દેશને વધુ એક ભારે નુકસાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.