મોટા સમાચાર- થોડા જ સમયમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ! જાણો શું કહે છે આંતરરાષ્ટ્રીય બજાર?

પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના ભાવમાં માત્ર એક રૂપિયાનો ઘટાડો થાય તો પણ સામાન્ય માણસ માટે આ સૌથી મોટા સારા સમાચાર છે. હવે વિશ્વ સ્તરે એવા સમાચાર આવ્યા છે કે, પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા વધી ગઈ છે. હા, ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને રશિયા સહિત અન્ય સહયોગી દેશોએ જુલાઈ-ઓગસ્ટથી ક્રૂડ ઓઈલ(Crude oil)નું ઉત્પાદન વધુ વધારવાનો નિર્ણય લીધો છે.

ઓપેક, રશિયા અને અન્ય સહયોગી દેશો ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારીને 6.48 લાખ બેરલ પ્રતિ દિવસ કરવા માટે સંમત થયા છે. આ નિર્ણયથી સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનના કારણે ક્રૂડ ઓઈલનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી ગયો હતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ત્યારબાદ તેલ ઉત્પાદક દેશોએ ભાવ સ્થિર કરવા માટે ક્રૂડ ઓઈલના દૈનિક ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. આ દેશો કોરોના પહેલા ક્રૂડ ઓઈલના ઉત્પાદનના સ્તરને હાંસલ કરવા માટે ધીમે ધીમે તેનું ઉત્પાદન વધારી રહ્યા છે. હાલમાં દરરોજ 4.32 લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ફેબ્રુઆરીના અંતમાં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. આ કારણે રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવાને કારણે ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. પરિણામે, વિશ્વ ગંભીર મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ વિશ્વના મોટાભાગના દેશોમાં મોંઘવારી વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે.

જો કે ઓપેક દેશોની ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાની કોઈ યોજના નહોતી, પરંતુ યોજનાથી વિપરીત ઉત્પાદન વધારવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે પેટ્રોલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ છે. વર્ષ 2022ની શરૂઆતથી અમેરિકામાં કાચા તેલની કિંમતમાં 54 ટકાનો વધારો થયો છે.

જો કે, આ સમાચાર આવ્યા પછી, ન્યૂયોર્કમાં કાચા તેલની કિંમત 0.9% ઘટી છે અને તે પ્રતિ બેરલ $ 114.26 પર ટ્રેડ કરી રહી છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં આ વધારો ઈંધણની ઊંચી કિંમતોને ઘટાડવામાં અને રોગચાળામાંથી બહાર આવતા વૈશ્વિક અર્થતંત્રમાં ફુગાવાને ઘટાડવામાં મદદ કરશે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે દેશમાં પેટ્રોલની કિંમતમાં એક જ ઝાટકે 9.50 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 2 જૂને એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *