આવનારા દિવસોમાં પેટ્રોલ 7થી 8 રૂપિયા વધુ સસ્તું થઈ શકે છે. સૂત્રો મુજબ, માર્ચ સુધી 15 ટકા મેથેલોન બ્લેન્ડેડ પેટ્રોલ ટૂંક સમયમાં પેટ્રોલ પંપો પર વેચાવાનું શરૂ થઈ જશે. જોકે, તેના માટે હાલ પેટ્રોલ પંપોને વહેલામાં વહેલી તકે જરૂરી ફેરફાર કરવી પડશે.
નીતિ આયોગ મુજબ, પંપો પર ફેરફારની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. પંપો પર એક વધારાનું રિફીલિંગ મશીન હશે. 45 દિવસોમાં 50000 પંપોમાં ફેરફાર શક્ય છે. નીતિ આયોગની આગામી સપ્તાહે બેઠક મળશે જેમાં મેથેલોનની ઉપલબ્ધતા વધારવા પર ચર્ચા થશે. આ મુદ્દે તેલ કંપનીઓ અને તમામ સ્ટેક હોલ્ડર્સની સાથે બેઠક થશે.
ક્યારથી મળશે સસ્તું પેટ્રોલ?
– મેથેલોનથી ગાડીઓ ચલાવવાની તૈયાર પર ઝડપથી કામ થઈ રહ્યું છે
– 15 ટકા મેથેલોન મેળવેલા પેટ્રોલથી ગાડીઓ ચાલવી શરૂ થઈ ગઈ છે
– મેથેલોન મેળવેલું પેટ્રોલ 7-8 રૂપિયા સુધી સસ્તું થશે
– 45 દિવસમાં 50000 પંપોમાં ફેરફાર થશે
– માર્ચ સુધી 15 ટકા મેથેલોન બ્લેન્ડેડ પેટ્રોલ ટૂંક સમયમાં પેટ્રોલ પંપો પર વેચાવાનું શરૂ થઈ જશે
– આ પેટ્રોલ પંપન લગાવવા પર 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે
આવું કેમ કરી રહી છે સરકાર?
– એથેલોનની તુલનામાં મેથેલોન ઘણો સસ્તો છે
– એથેલોન 40 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ, મેથેલોન 20 રૂપિયા લીટરથી પણ સસ્તો છે
– મેથેલોનના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે
ક્યાંથી આવશે મેથેલોન?
– સ્થાનિક ઉત્પાદન વધારવા અને ઇમ્પોર્ટ પર સરકારનું ફોકસ છે
– RCF (રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર), GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન) અને આસામ પેટ્રોકેમિકલ જેવી કંપનીઓ ક્ષમતા વિસ્તારની તૈયારી પૂરી કરી ચૂકી છે.
શેરડીમાંથી બને છે ઇથેલોન
ઇથેલોન શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2003માં ભારતમાં પેટ્રોલમાં 5 ટકા ઇથેલોન મિક્સિંગને અનિવાર્ય કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા, વિદેશી કરન્સીની બચત અને ખેડૂતોનો ફાયદો. હાલમાં 10 ટકા સુધી બ્લેન્ડિંગ કરવામાં આવે છે.