પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 15 રૂપિયા સુધીનો મસમોટો વધારો- જાણો ક્યારથી નવો ભાવ થશે લાગુ

રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 8મો દિવસ છે. તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. યુદ્ધના પ્રથમ દિવસે ભારતનું શેરબજાર(India’s stock market) નીચે ગયું હતું. આ સાથે તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં યુપી ચૂંટણી(UP elections)ના આગામી સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ વધારો(Petrol-diesel price hike) થઈ શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો:
તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ એટલે કે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 111 ડોલર સુધી પહોંચી ગઈ છે. ક્રૂડ માટે આ લગભગ 8 વર્ષની ઊંચી સપાટી છે. WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ $109 ની નજીક ટ્રેડ કરી રહ્યું છે. વિશ્વભરમાં ઘટતા પુરવઠા અને વધુ અછતની ભીતિને કારણે ક્રૂડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેના કારણે આગામી 1 મહિનામાં કાચા તેલની કિંમતોમાં 10 થી 15 ટકાનો વધારો થશે.

પેટ્રોલ ડીઝલના ભાવ વધશે!
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, IIFL VP-સંશોધન અનુજ ગુપ્તા કહે છે કે બ્રેન્ટ હાલમાં પ્રતિ બેરલ $111ની નજીક છે. આ લગભગ 7.5 વર્ષનો ઉચ્ચતમ છે. જ્યારે MCX પર ક્રૂડની લાઈફ ટાઈમ હાઈ 8088 રૂપિયા પર પહોંચી ગઈ છે. ભૌગોલિક રાજકીય જોખમ અને પુરવઠાની ચિંતાઓને લીધે, ક્રૂડ બીજા 1 મહિનામાં પ્રતિ બેરલ $125 મોંઘું થઈ શકે છે. બીજી બાજુ, MCX પર, તે રૂ. 8500 થી રૂ. 8700 સુધી પહોંચી શકે છે. આ સિવાય ભારતમાં લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ક્રૂડની કિંમતના કારણે બેલેન્સ શીટ પર દબાણ ખૂબ વધારે છે. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલ 15 રૂપિયાથી 20 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે.

120 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી:
જણાવી દઈએ કે છેલ્લા 120 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. જ્યારે આ સમય દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થયો છે અને તે બે મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *