પેટ્રોલ-ડીઝલના ભાવમાં બ્લાસ્ટ- પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 75 રૂપિયાનો જંગી વધારો

વધતી જતી મોંઘવારી(Inflation)ની વચ્ચે જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની પેટાકંપનીએ પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના છૂટક ભાવમાં વધારો કર્યો છે. પાડોશી…

વધતી જતી મોંઘવારી(Inflation)ની વચ્ચે જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની પેટાકંપનીએ પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના છૂટક ભાવમાં વધારો કર્યો છે. પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka)ની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. ત્યારે હવે અહીં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol-diesel price hike) થયો છે. અહીં પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે એક મહિનામાં આ ત્રીજો વધારો છે.

હજુ પણ વધશે ભાવ:
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છે, જેના કારણે તેલ અને ગેસની કિંમતો પણ વધી રહી છે. કાચા તેલની કિંમત પણ સતત નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત 139 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આટલું જ નહીં શ્રીલંકાના રૂપિયામાં પણ અમેરિકી ડૉલરના મુકાબલે 57 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓઈલ કંપનીએ કહ્યું છે કે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ પછી પણ આગળ જતાં મોટું નુકસાન થવાની સંભાવના છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ગંભીર આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાનું વિદેશી હૂંડિયામણ માત્ર $2.31 બિલિયન છે અને તેથી તે આવશ્યક ચીજવસ્તુઓ માટે ચૂકવણી કરવામાં પણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે શ્રીલંકન સરકારની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધની અસર અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે.

ભારતમાં પણ ભાવ વધશે:
પાડોશી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની આશંકા છે. જો કે અહીંની ઓઈલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ ત્યારપછી ક્રૂડ ઓઈલમાં પ્રતિ બેરલ 33 ડોલરથી વધુનો વધારો થયો છે અને પાંચ રાજ્યોની ચૂંટણી પણ હવે પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 થી 25 રૂપિયાનો વધારો થઈ શકે છે, એટલે કે તે આટલા મોંઘા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *