ભર શિયાળે દઝાડતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ધરખમ ઘટાડો- આખા વિશ્વમાં જોવા મળી રહી છે અસર

પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના વધતા ભાવથી માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ પરેશાન છે. કેન્દ્ર સરકારે(Central Government) દિવાળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી(Excise duty)માં…

પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના વધતા ભાવથી માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ પરેશાન છે. કેન્દ્ર સરકારે(Central Government) દિવાળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી(Excise duty)માં રાહત આપી હતી. આ પછી મોટાભાગના રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં પણ ઘટાડો કર્યો છે. પરંતુ હજુ પણ દેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. અમેરિકામાં પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકો પરેશાન છે.

અમેરિકામાં ઓક્ટોબરના અંતમાં તેલની કિંમત બેરલ દીઠ $85ને પાર કરી ગઈ હતી. હવે બિડેન વહીવટીતંત્ર તેના પર લગામ લગાવવા માટે યુએસ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) જારી કરવાનું વિચારી રહ્યું છે. આનાથી બિડેન વહીવટીતંત્રને 2022 ની મધ્યસત્ર ચૂંટણી પહેલા ટીકાકારોને ચૂપ કરવાની તક મળશે.

ભાવ કેવી રીતે ઘટશે:
અમેરિકાની સાથે ચીન પણ ઈમરજન્સી ઓઈલ રિઝર્વ બહાર પાડવા પર વિચાર કરી રહ્યું છે. જો આ દેશો તેમના વ્યૂહાત્મક તેલ ભંડારને મુક્ત કરે છે, તો તે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. ઓક્ટોબરના અંતમાં ક્રૂડ ઓઈલની કિંમત $85ને પાર કરી ગઈ હતી, જે 2014 પછી સૌથી વધુ હતી. પરંતુ તાજેતરમાં તે નરમ પડ્યો છે અને લગભગ $80 છે. અમેરિકા અને ચીનના રિઝર્વ ઓઈલ રિઝર્વને બહાર આવવાથી તેમાં વધુ ઘટાડો થઈ શકે છે.

આગામી કેટલાક દિવસોમાં દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને સૌથી મોટા સમાચાર આવે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ટેક્સ ઘટાડાના કારણે ભાવ ઘટાડવામાં આવ્યો હતો. તો હવે ફરી ભાવમાં મોટો ફેરફાર થાય તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

6 રૂપીયા સુધી ભાવ ઓછા થવા જોઈએ
અનુજ ગુપ્તાનાં જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. આ કર્મ સોમવારથી જોવા મળશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે તે જોતાં દેશના ભાવમાં 5 થી છ રૂપિયા આરામથી ઓછા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *