પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને મોદી સરકાર તમારા ખિસ્સામાંથી ખખેરશે આટલા કરોડ રૂપિયા – જાણો વિગતે

આ અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં તીવ્ર ઘટાડો થયો છે ત્યારે ભારતમાં ઘરઆંગણે ઈંધણના ભાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા હતી.  શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, વેટ અને ડીઝલ કમીશન નક્કી હોય છે. જોકે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત નહીં આપીને એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ અંગે એક નોટિફિકેશન જારી કરીને માહિતી આપી છે. એટલે કે આ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધશે. સરકારના આ પગલાથી રાજકોષિય ખાધને ઘટાડવામાં મદદ મળશે.

ક્રુડની ઘટતી કિંમતથી જ્યાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકારે આ લાભ મેળવવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતોમાં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીલર કમિશનનો સમાવેશ થાય છે. દરમિયાન દેશમાં સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટરે રૂ .3 નો વધારો કર્યો છે જે 14 માર્ચથી એટલે કે આજથી અમલમાં આવશે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વધારાથી સરકારને વધારાની રૂ.2000 કરોડની આવક થશે.

મળતી માહિતી અનુસાર, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટરે રૂ.3 નો વધારો કર્યો છે જે 14 માર્ચથી અમલમાં આવશે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વધારાથી સરકારને વધારાની રૂ.2000 કરોડની આવક થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.  આ નિર્ણયના કારણે અર્થવ્યવસ્થામાં આવેલી નબળાઈ અને સાથે જ મંદી સામે લડી રહેલી સરકારને વધારે ધન મેળવવામાં મુશ્કેલી આવશે. આંતરરાષ્ટ્રિય બજારમાં તેલની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. જો કે ક્રૂડની કિંમતોમાં સામાન્ય ઘટાડો કરી રહેલી  કંપનીઓમાં આ વધારાને કારણે મોટો બોજ ગ્રાહકો પર પડશે કે નહીં.

ગુજરાતનાં મુખ્ય શહેરોના પેટ્રોલ–ડીઝલના ભાવ

અમદાવાદમાં પેટ્રોલ રૂ.67.42, ડીઝલ રૂ.65.47

જામનગરમાં પેટ્રોલ રૂ.67.53, ડીઝલ રૂ.65.59

સુરતમાં પેટ્રોલ રૂ.67.32, ડીઝલ રૂ.65.39

રાજકોટમાં પેટ્રોલ રૂ.67.23, ડીઝલ રૂ.65.31

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *