દેશમાં સતત ઈંધણની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગુરુવાર એટલે કે ૧૮ જૂનના રોજ દેશમાં સતત બારમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૫૩ પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં 64 પૈસા પ્રતિ લીટર વધાર્યા છે. સરકારી તેલ કંપનીઓએ બાર દિવસ સુધી તેલની કિંમતોમાં કરનારા રોજના બદલાવ માટેના નિયમો પર રોક લગાવી હતી જેને ફરીથી શરૂ કરવામાં આવી છે, જેના બાદ આજથી દરરોજ તેલની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બાર દિવસોમાં સતત થયેલા વધારા બાદ પેટ્રોલ 6.55 રૂપિયા અને ડીઝલ 7.13 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે.
દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અનુસાર ગુરૂવારને તેલના ભાવ વધારવામાં આવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૭.૮૧ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, તેમજ ડીઝલની કિંમત 76.43 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે.
જો બીજા શહેરોની વાત કરીએ તો કલકત્તામાં ગુરુવારે પેટ્રોલના ભાવ 79.08 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલના ભાવ ૭૧.૩૬ રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ 84.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે, તેમજ ડીઝલ 74.32 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચાઇ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલના ભાવ વધીને 80.86 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે. અને ડીઝલના ભાવ 73.69 થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news