Petrol-Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવ ખિસ્સા કરશે ખાલી- આજે ફરી થયો આટલાનો વધારો

પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price) ની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. 3 ઓક્ટોબર રવિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના…

પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price) ની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. 3 ઓક્ટોબર રવિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ ભાવ(Record price) વચ્ચે સતત ચોથા દિવસે ઇંધણના ભાવમાં વધારો થયો છે. તાજેતરના વધારા બાદ વાહનોના ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. પેટ્રોલમાં 25 પૈસા જ્યારે ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi)માં પેટ્રોલ 25 પૈસા વધીને 102.39 રૂપિયા થયું. જે શનિવારે 102.14 રૂપિયા હતું. તે જ સમયે ડીઝલ 90.47 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 90.77 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ડીઝલ 30 પૈસા મોંઘુ થયું. આ અઠવાડિયે પેટ્રોલ ડીઝલના ભાવ લગભગ દરરોજ વધ્યા છે.

મુંબઈમાં આજે પેટ્રોલ 108.43 રૂપિયા થયું છે, જે ગઈ કાલે 108.19 રૂપિયા પ્રતિ લીટર હતું. ડીઝલ 98.16 રૂપિયાથી વધીને 98.48 રૂપિયા પ્રતિ લીટર થયું છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત વધીને 103.07 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત વધીને 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. એ જ રીતે ચેન્નઈમાં પેટ્રોલ 99.80 રૂપિયાથી વધીને 100.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.02 રૂપિયાથી વધીને 95.31 રૂપિયા પ્રતિ લીટર થયું છે. તાજેતરના વધારા બાદ ચેન્નઈમાં પેટ્રોલ પણ 100 રૂપિયાને પાર કરી ગયું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારાને કારણે દેશમાં વાહનોના ઇંધણના ભાવ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત દ્વારા આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત $ 78 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

10 દિવસમાં ડીઝલ 8 વખત વધ્યું, પેટ્રોલ અઠવાડિયામાં 5 વખત મોંઘુ થયું:
આજની તારીખ સહિત ડીઝલના ભાવમાં 10 દિવસમાં આઠ વખત વધારો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ઘણા શહેરોમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર વેચાઈ રહ્યું છે. આ સપ્તાહે પેટ્રોલના ભાવમાં પાંચમી વખત વધારો થયો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ 24 સપ્ટેમ્બરથી ફરી ઇંધણના ભાવમાં સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે. 24 સપ્ટેમ્બરથી 8 વખતમાં ડીઝલ 2 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ 1 રૂપિયા પ્રતિ લિટરથી વધુ મોંઘુ થયું છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *