ગાંધીનગરમાં શરુ થયો મતદાનનો મહાસંગ્રામ: 44 કોર્પોરેટરોનું ભાવી ઈવીએમમાં થશે કેદ- જાણો કઈ પાર્ટીનું પલડું છે ભારે?

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar Election)માં આજે મહાનગર પાલિકા(Corporation)ની ચૂંટણીમાં સવાર 7 વાગ્યાથી જ જોશ અને ઉત્સાહ સાથે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન પ્રક્રિયા(Voting process) શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વહેલી સવાથી જ નાગરીકો મતદાન કરવા માટે મતદાન સ્થળે ઉમટી પડ્યા છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા શરૂ રહેશે. ત્યારે આજે ગાંધીનગરના કુલ 11 વોર્ડના 44 કોર્પોરેટરો(Corporators)નું ભાવી ઈવીએમ(EVM)માં કેદ થશે.

સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન: 
મતદાન માટે ગાંધીનગરમાં 11 વોર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથો પર રિઝર્વ સહિત કુલ 317 કંટ્રોલ યુનિટ અને 461 બેલેટ યુનિટ ફાળવી દેવામાં આવ્યા છે. સમગ્ર મતદાનની આજની પ્રક્રિયામાં 5 ચૂંટણી અધિકારી, 1775 પોલીંગ સ્ટાફ કામગીરી કરતો જોવા મળશે. શનિવાર સવારથી જ ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથકો પર પહોંચાડી દેવામાં આવી હતી અને મતદાનને લઈને તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી હતી.

ચૂંટણીના પરિણામ ક્યારે આવશે?
જો વાત કરવામાં આવે જો ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 2,81,897 મતદારો છે. જેમાં 1,45,130 પુરૂષ અને 1,36,758 સ્ત્રી અને 9 અન્ય મતદારોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે આજે ગાંધીનગરની ચુંટણીમાં  કેટલા મતદારો મતદાન કરે છે તે તો જોવું જ રહ્યું. કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મહાનગર પાલિકામાં 18 ગામડાં અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા સીમાંકન બાદ પાલિકામાં કુલ 11 વોર્ડ થયા છે અને 44 ઉમેદવારો થશે. 44 નગરસેવકો 22 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 5 બેઠકો SC માટે રિઝર્વ રાખવામાં આવી છે, જેમાંથી ત્રણ બેઠકો મહિલાઓ માટે રાખવામાં આવી છે. ST માટે 1 બેઠક અનામત રાખવામાં આવી છે. જ્યારે 4 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે, જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલ છે.

5 ચૂંટણી અધિકારીઓ રાખશે કડક નજર:
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે તેમજ 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન માટે 317 સિયુ મશીન, 461 બીયુ મશીન ઉપયોગ કરવામાં આવશે, જ્યારે 1775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે તો સુરક્ષા માટે મતદાન મથકો પર 1270 પોલીસ કર્મચારીઓ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામ 5 ઓક્ટોબરના રોજ આવશે. જ્યારે 5 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીની તમામ પ્રક્રિયા પર 5 ચૂંટણી અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

ભારતીય જાણતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આ ત્રિકોણીય જંગમાં કોણ વિજય મેળવશે એ તો ચુંટણીનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. મહત્વનું છે કે ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેથી કહી શકાય કે, ખરાખરીનો જંગ જમા જઈ રહ્યો છે. તમામ પાર્ટીએ  તમામ તૈયારીઓ કરી નાખી છે. ત્યારે ચુંટણીમાં કોણ બાજી મારશે એ તો આવનારો સમય જ બતાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *