સરકારી ઓઇલ કંપની(Government Oil Company)ઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ ભાવ સ્થિર જોવા મળ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહી છે. દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહી છે. IOCL અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા છે. મુંબઈ(Mumbai)માં એક લિટર પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. તેમજ કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયામાં ઉપલબ્ધ છે. બીજી તરફ ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલની કિંમત 91.43 રૂપિયા પર યથાવત છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ:
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા અને ડીઝલની કિંમત 89.12 રૂપિયા છે.
અમરેલીમાં પેટ્રોલની કિંમત 96.71રૂપિયા અને ડીઝલની કિંમત 90.72 રૂપિયા છે.
આણંદમાં પેટ્રોલની કિંમત 95.26 રૂપિયા અને ડીઝલની કિંમત 89.25 રૂપિયા છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.70 રૂપિયા અને ડીઝલની કિંમત 89.69 રૂપિયા છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 96.75 રૂપિયા અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા છે.
બોટાદમાં પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા અને ડીઝલની કિંમત 90.16 રૂપિયા છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલની કિંમત 89.33 રૂપિયા છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત 95.03 રૂપિયા અને ડીઝલની કિંમત 89.02 રૂપિયા છે.
જુનાગઢમાં પેટ્રોલની કિંમત 96.48 રૂપિયા અને ડીઝલની કિંમત 90.49 રૂપિયા છે.
મોરબીમાં પેટ્રોલની કિંમત 95.50 રૂપિયા અને ડીઝલની કિંમત 89.50 રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 95.36 રૂપિયા અને ડીઝલની કિંમત 89.36 રૂપિયા છે.
આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર:
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. જયારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના આજના દર તપાસો:
તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા અહીં ક્લિક કરો.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્થાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.