ચૂંટણીના કારણે સસ્તું થયું પેટ્રોલ ડીઝલ- અહીં ક્લિક કરી જાણો આજના નવા ભાવ

રવિવાર 20 ફેબ્રુઆરી 2022 ના રોજ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત(Price of )માં કોઈ ફેરફાર થયો નથી. આ સતત 107મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં કાચા તેલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લાગી છે. આજે સવારે સ્થિતિ અનુસાર બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $93.54 અને WTI $91.07 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

ચૂંટણીના કારણે રાહત:
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ મતદાન થઈ રહ્યું છે. યુપીમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. યુપીના 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જ્યારે પંજાબમાં તમામ સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જાણકારોના મતે દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીને કારણે છેલ્લા 107 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તેમજ પાકિસ્તાનમાં પેટ્રોલ 160 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. એકવાર ચૂંટણી પૂરી થઈ જાય તો ભારતમાં પણ ભાવમાં ભારે વધારો થઈ શકે છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં જાણો આજના પેટ્રોલ -ડીઝલના ભાવ:

રશિયા-યુક્રેન વિવાદે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો:
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રતિ બેરલ 94 ડોલરની નજીક પહોંચી ગઈ છે. કાચા તેલની આ કિંમત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ છે. તે ઉપરાંત તેમાં વધુ વૃદ્ધિની પ્રબળ સંભાવના છે. માંગ પ્રમાણે ક્રૂડ ઓઈલનું ઓછુ ઉત્પાદન, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની આશંકા, નાટો દેશો યુક્રેનની તરફેણમાં યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. તે જ સમયે, અમેરિકામાં ખરાબ હવામાનને કારણે, તેલના ઉત્પાદનમાં તફાવત આવ્યો છે, જેના કારણે ક્રૂડના ભાવમાં આગ લાગી છે. ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $100 સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં કાચા તેલમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 91.43 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 101.56 રૂપિયા પ્રતિ લીટર છે. ભોપાલમાં પેટ્રોલ 107.23 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે, તેમજ ડીઝલની કિંમત 90.87 રૂપિયા પ્રતિ લીટર છે.

અન્ય મહાનગરોમાં ઇંધણના નવા દર:
દિલ્હીને અડીને આવેલા નોઈડામાં આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમત 95.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.01 રૂપિયા પ્રતિ લીટર છે. ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. અહીં ચંદીગઢમાં પેટ્રોલ 94.23 રૂપિયા અને ડીઝલ 80.90 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

જાણો તમારા શહેરમાં પેટ્રોલની કિંમત:
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને અને BPCLના ગ્રાહકો 9223112222 નંબર પર RSP લખીને માહિતી મેળવી શકે છે. જેના દ્વારા તમને તમારા શહેરમાં પેટ્રોલની કિંમત વિશે માહિતી મળશે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર કરવામાં આવે છે:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના દરમાં ફેરફાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *