વિદેશમાં રહેતા ગુજરાતીઓ ચેતી જજો! વિડીયોમાં જુઓ કેવી રીતે ચાર શખ્સો બંદૂકની અણીએ ગુજરાતી વેપારીને ઉઠાવી ગયા

આફ્રિકન દેશ(African country) મોઝામ્બિક(Mozambique)માં એક ગુજરાતી વેપારીનું અપહરણ(Gujarati trader kidnapped) થયું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage) પણ સામે આવ્યા છે. જ્યારે વેપારી કર્મચારીઓ સાથે મીટિંગ કરી રહ્યો હતો ત્યારે અપહરણકારો આવ્યા અને બંદૂકની અણીએ વેપારીને ઉપાડી ગયા. ભારતીય સમુદાયમાં ચિંતા અને ડર છે કારણ કે અપહરણકર્તાઓએ હજુ સુધી પરિવારનો સંપર્ક કર્યો નથી. અપહરણ થયેલ વેપારીના મિત્ર અને આણંદ આત્મીય બિલ્ડકોન ભાવેશ સુતરિયા આ અંગે આણંદના સાંસદ મિતેષ પટેલ અને ગુજરાત સરકાર(Government of Gujarat)ને મદદ માટેની રજૂઆત કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, 4 પેઢીથી વધુ સમયથી જાણીતા વેપારી ભરત ધનજીભાઈ ટપુ (ચાવડા)નું 12 ફેબ્રુઆરી 2022ના રોજ આફ્રિકાના મોઝામ્બિકમાં માફિયાઓએ અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં ભરતભાઈ કીબે બોટલ સ્ટોરના કર્મચારીઓ સાથે વ્યવસાયિક વાત કરતા હતા. તે જ સમયે ચારેય અપહરણકારોએ પિસ્તોલ તાકીને ભરતભાઈને ઉઠાવી ગયા હતા. ભાવેશ સુતરિયા અને આનંદ આત્મીય બિલ્ડકોન આ બાબતે આણંદના સાંસદ મિતેષ પટેલ અને ગુજરાત સરકારને મદદ માટેની રજૂઆત કરી છે.

આ સમગ્ર ઘટના અંગે ભરત ટપુ (ચાવડા)ના આણંદ ખાતેના મિત્ર અને ભાગીદાર ભાવેશ સુતરિયા દ્વારા આ ઘટનામાં મદદરૂપ થવા રાજ્ય સરકાર અને આણંદના સાંસદ મિતેષ પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ ઘટના અંગે ભાવેશ સુતરિયાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય સમુદાયના નાગરિકો ચાર પાંચ પેઢીથી આફ્રિકામાં સ્થાયી થયેલા છે. મોઝમ્બિક દેશના વિકાસમાં ભારતીય સમુદાયનો વધુમાં વધુ ફાળો રહ્યો છે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું છે કે, છેલ્લા 10 જેટલા વર્ષથી ત્યાંના માફિયાઓ ભારતીય સમુદાયના સફળ ઉધોગકારો અને વ્યાવસાયિકોનું અપહરણ કરી મોટી રકમ માંગી રહ્યા છે. આ અગાઉ પણ ઘણા ભારતીય વ્યવસાયીકો સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટી ચુકી છે. તેમાં બને છે એવું કે, ત્રણેક દિવસમાં અપહરણકારો ખંડણીની માંગણી કરતા હોય છે અને જે માંગણી પુરી થતા જે તે વ્યવસાયિકને છોડી મુકવામાં આવતા હોય છે. જ્યારે ભરતભાઈને ગત 12 મી તારીખના રોજ અપહરણ કર્યા પછી આજ દિન સુધી એક અઠવાડિયાનો સમય વીતવા છતાં તેમના પરિવારનો અપહરણકારો દ્વારા કોઈ જ સંપર્ક કરવામાં આવેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *