પેટ્રોલ-ડીઝલના ભાવ મામલે આજે પણ રાહતના સમાચાર છે. સરકારી ઓઇલ કંપની દ્વારા આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર કરાયો નથી. ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર પણ જોવા મળી રહી છે. ગયા એક મહિનાથી ઓઇલની માંગમાં સુસ્તી જોવા મળી છે. જેના કારણે કિંમતોમાં વધારો નથી થઈ રહ્યો.
નોંધનીય છે કે, ગયા 33 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આઇઓસીએલની વેબસાઇટ પ્રમાણે, આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો.
તો તમારી ગાડીની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો એક લીટરના ભાવ…
દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે જે સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 92249 92249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 92231 12222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 92222 01122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી…
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો ભેગી કાર્ય બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. જાણવા મળ્યુ છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle