હવે તો જનતાના ખિસ્સા ખાલી થાય તો નવાઈ નહી! આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભડકો- જાણો આજનો નવો ભાવ

દેશમાં બે દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)માં કોઈ ફેરફાર ન કર્યા બાદ હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(Oil marketing companies)એ 14 ઓક્ટોબર, 2021 ને ગુરુવારે ફરી એકવાર…

દેશમાં બે દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)માં કોઈ ફેરફાર ન કર્યા બાદ હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(Oil marketing companies)એ 14 ઓક્ટોબર, 2021 ને ગુરુવારે ફરી એકવાર બંને ઈંધણના ભાવ(Fuel prices)માં જબરદસ્ત વધારો કર્યો છે. આજે રાજધાની દિલ્હી(Delhi)માં પેટ્રોલ અને ડીઝલ બંને 35-35 પૈસા પ્રતિ લીટર મોંઘા(Petrol-diesel price hike) થયા છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 104.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.54 રૂપિયા પ્રતિ લીટરમાં મળી રહ્યું છે. તે જ સમયે, મુંબઈ(Mumbai)માં પેટ્રોલ 36 પૈસા મોંઘુ થયું છે અને આજે 110.75 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. ડીઝલમાં 37 પૈસાનો વધારો થયો છે અને તેનો દર 101.40 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહથી શરૂ થયો હતો, તે આ મહિના સુધી ચાલુ રહ્યો છે. ઓક્ટોબરમાં કિંમતો લગભગ દરરોજ વધી છે. ઓક્ટોબરના પહેલા 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. સાથે જ ડીઝલની કિંમતમાં 3.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વધારો ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઘટાડો થયો હતો. ગઇકાલે આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.54 ટકા ઘટીને 82.97 ડોલર પ્રતિ બેરલ થયું હતું. અગાઉ ક્રૂડ 83 ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ સ્થાનિક બજારમાં બે દિવસ સુધી તેલના ભાવ સ્થિર હતા. ભારત ક્રૂડ ઓઇલનો ચોખ્ખો આયાતકાર હોવાથી તેના સ્થાનિક ભાવ ક્રૂડની વધઘટથી સીધી અસર પામે છે.

આ રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર:
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે, રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *