ભારતીય તેલ કંપનીઓએ આજે એટલે કે 15 જાન્યુઆરી 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતા વચ્ચે નવેમ્બર 2021થી રાષ્ટ્રીય સ્તરે વાહન ઈંધણ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. 15 જાન્યુઆરી 2022ના રોજ પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
કેન્દ્ર સરકારે 3 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી તેના એક મહિનાથી વધુ સમય પછી પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમય સુધી સ્થિર રહ્યા છે પરંતુ બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુના ભાવે વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર વેટના અલગ-અલગ દરોને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ છે.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની આજની કિંમત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 2 ડિસેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. ઇન્ડિયન પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નવીનતમ અપડેટ મુજબ, દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પંપ પર 15 જાન્યુઆરી, 2022 ના રોજ પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:
તેમજ મધ્ય પ્રદેશના ભોપાલમાં પેટ્રોલ 107.23 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.87 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. તે ઉપરાંત બેંગ્લોરમાં પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયામાં ઉપલબ્ધ છે. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 105.92 રૂપિયા અને ડીઝલ 91.09 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ દરમિયાન લખનઉમાં પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયામાં ઉપલબ્ધ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.