રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં ક્રૂડ ઓઈલ(Crude oil)ના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ 108 ડોલર પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે રવિવારે જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોલસેલ ગ્રાહકોને વેચવામાં આવતા ડીઝલ 25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ:
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.29 રૂપિયા અને ડીઝલની કિંમત 89.27 રૂપિયા છે.
અમરેલીમાં પેટ્રોલની કિંમત 96.37 રૂપિયા અને ડીઝલની કિંમત 90.38 રૂપિયા છે.
આણંદમાં પેટ્રોલની કિંમત 95.14 રૂપિયા અને ડીઝલની કિંમત 89.12 રૂપિયા છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.57 રૂપિયા અને ડીઝલની કિંમત 89.55 રૂપિયા છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત 97.15 રૂપિયા અને ડીઝલની કિંમત 91.15 રૂપિયા છે.
બોટાદમાં પેટ્રોલની કિંમત 96.51 રૂપિયા અને ડીઝલની કિંમત 90.50 રૂપિયા છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત 96.25 રૂપિયા અને ડીઝલની કિંમત 90.24 રૂપિયા છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 95.34 રૂપિયા અને ડીઝલની કિંમત 89.32 રૂપિયા છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત 95.59 રૂપિયા અને ડીઝલની કિંમત 89.58 રૂપિયા છે.
મોરબીમાં પેટ્રોલની કિંમત 95.89 રૂપિયા અને ડીઝલની કિંમત 89.90 રૂપિયા છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત 95.47 રૂપિયા અને ડીઝલની કિંમત 89.47 રૂપિયા છે.
પાટણમાં પેટ્રોલની કિંમત 94.92 રૂપિયા અને ડીઝલની કિંમત 88.93 રૂપિયા છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.06 રૂપિયા અને ડીઝલની કિંમત 90.04 રૂપિયા છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 95.18 રૂપિયા અને ડીઝલની કિંમત 89.18 રૂપિયા છે.
વલસાડમાં પેટ્રોલની કિંમત 96.06 રૂપિયા અને ડીઝલની કિંમત 90.07 રૂપિયા છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવા પાછળનું કારણ…
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ 9224992249 પર મોકલીને અને BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર માહિતી મેળવી શકે છે. તે દરમિયાન HPCL ઉપભોક્તા 9222201122 નંબર પર HP પ્રાઇસ મોકલીને કિંમત જાણી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.