સાઉદી અરામકોના તેલના કુવા પર થયેલા ડ્રોન હુમલાની સીધી અસર પેટ્રોલ-ડીઝલની કિંમત પર જોવા મળી રહી છે. આજે મંગળવારે પણ રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના અનેક મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પેટ્રોલનો ભાવ એક વર્ષ કરતાં પણ લાંબા સમયમાં પહેલી વખત ₹75ને સ્પર્શ્યો છે. PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર સોમવારે પેટ્રોલના ભાવમાં 5 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસાનો વધારો નોંધાયો હતો.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે દિવસથી ચાલી રહેલી નરમાઇનો દૌર સોમવારે તૂટી ગયો અને ભાવમાં ફરી તેજી નોંધાઇ હતી. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ગત થોડા દિવસો પહેલાં થયેલા ડ્રોન હુમલા બાદ એશિયાઇ બજાર સાથે ઘરેલૂ બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. સોમવારે સવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. સોમવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9-9 પૈસાની તેજી આવી હતી.
આ સાથે જ દિલ્હીમાં સોમવારે પેટ્રોલ 74.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. ડીઝલમાં પણ 9 પૈસા વધીને 67.33 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 77.10 રૂપિયા, 80.08 રૂપિયા અને 77.37 રૂપિયાના સ્તર પર રહ્યું હતું. તો બીજી તરફ ડીઝલન ભાવમાં ક્રમશ: 69.75 રૂપિયા, 70.64 રૂપિયા અને 71.20 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેવાની આશા છે.
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની જોવા મળી અને ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘુ થયું છે. સોમવારે સવારે બ્રેંટ ક્રૂડ 61.21 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 56.09 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં સાઉદી અરેબિયાના મોટા ઓનશોર ઓઇલ ફિલ્ડ્સ પર ડ્રોન હુમલા પછી તરત ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. એ વખતે માત્ર બે સપ્તાહમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹2.50 વધ્યો હતો. ત્યાર પછી પેટ્રોલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને દિલ્હીમાં ભાવ ₹74.61થી ઘટીને ₹72.60 થયા હતા. જોકે, 9 નવેમ્બરથી પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના શરૂ થયા હતા. જેનું આંશિક કારણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો છે.
સાઉદી અરેબિયાના ઓઇલ ફિલ્ડ્સ પર ડ્રોન હુમલા પછી ડીઝલના ભાવ પણ ₹67ના સ્તરે પહોંચ્યા હતા, પણ થોડા સમયમાં તેમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ અને રૂપી-ડોલર એક્સ્ચેન્જ રેટની ગણતરી કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ ફેરફાર કરાય છે. તાજેતરમાં ઓપેકની બેઠકમાં ક્રૂડના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જેને લીધે ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં સુધારો નોંધાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.