આજે 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ પર જો તમે બહાર જઈને કોઈ પણ સેલિબ્રેશનનો ભાગ બનવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે ઓઈલ માર્કેટિંગ કંપની IOCL એ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી, તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ન તો ઘટવાના છે કે ન તો વધવાના છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત:
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ પર નજર કરીએ તો તેમાં વધારો જોવા મળશે. નાયમેક્સ ક્રૂડ 1 ટકાના વધારા સાથે 73.76 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. ક્રિસમસના કારણે આજે વિશ્વભરમાં રજા છે અને કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ફેલાવો વધવાને કારણે પ્રતિબંધોનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જેના પછી પેટ્રોલ-ડીઝલની માંગ પર પણ નકારાત્મક અસર જોવા મળી શકે છે.
દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.
દિલ્હીની નજીકના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ:
નોઈડામાં પેટ્રોલ 95.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.99 રૂપિયા પ્રતિ લીટર છે.
ગાઝિયાબાદમાં પેટ્રોલ 95.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુરુગ્રામમાં પેટ્રોલ 95.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.11 રૂપિયા પ્રતિ લીટર છે.
મેરઠમાં પેટ્રોલ 95.17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.68 રૂપિયા પ્રતિ લીટર છે.
તેમજ જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ:
UP, MP સહિત મોટા રાજ્યોની રાજધાનીઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
લખનૌમાં પેટ્રોલ રૂ. 95.27 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 86.79 પ્રતિ લીટર છે.
ચંદીગઢમાં પેટ્રોલ રૂ. 94.23 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 80.90 પ્રતિ લીટર છે.
પટનામાં પેટ્રોલ 106.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.73 રૂપિયા પ્રતિ લીટર છે.
જયપુરમાં પેટ્રોલ રૂ. 107.15 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 90.78 પ્રતિ લીટર છે.
તમને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના દરો તપાસો:
તમે SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ ચકાસી શકો છો.
ઈન્ડિયન ઓઈલ (IOC)ના ગ્રાહકો RSP<ડીલર કોડ>ને 9224992249 નંબર પર મોકલી શકે છે.
HPCL ગ્રાહકો 9222201122 નંબર પર HPPRICE <ડીલર કોડ> મોકલી શકે છે.
BPCL ગ્રાહકો RSP <ડીલર કોડ> નંબર 9223112222 પર મોકલી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.