આની સાથોસાથ જ ડીઝલના ભાવમાં પણ આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરી દેવામાં આવ્યો છે. જયારે IOCLની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 103. 84 રુપિયા તેમજ ડીઝલ 94.47 રુપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે.
દિલ્હીમાં પેટ્રોલ 103.84 રુપિયા તથા ડીઝલ 92.47 રુપિયે પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે જયારે મુંબઈમાં પેટ્રોલ 109.83 તથા ડીઝલ 100.29 રુપિયે પ્રતિ લીટર સુધી છે. ચેન્નાઈમાં પેટ્રોલ 101.27 રુપિયા અને ડીઝલ 96.93 રુપિયા તેમજ કોલકત્તા પેટ્રોલ 104.52 રુપિયા તથા ડીઝલ 95.58 રુપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.
આ રાજ્યોમાં 100 રુપિયાને પાર પેટ્રોલના ભાવ:
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ – કાશ્મીર તથા લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયાને પાર કરી ગયો છે જયારે મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ રહેલી છે. અમુક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર અને રાજ્ય સરકારે લગાવેલા ટેક્સ પછીના ભાવને લીધે અલગ હોય છે.
દરરોજ સવારમાં 6 વાગે બદલાય છે કિંમતો:
દરરોજ સવારમાં 6 વાગે પેટ્રોલ-ડીઝલની કિંમતો બદલાતી રહે છે. સવારમાં 6 વાગે નવા ભાવનો અમલ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન તથા બીજી વસ્તુઓ જોડ્યા પછી તેના ભાવ બમણા થઈ જતા હોય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવ શુ છે.
એને આધારે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ જોવા મળે છે. આ માપદંડોના આધારે પેટ્રોલ રેટ તથા ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરતી હોય છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. તેઓ પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને ટેક્સ તથા પોતાના માર્જિનને જોડ્યા પછી પેટ્રોલનું વેચાણ કરતા હોય છે.
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ?
પેટ્રોલ-ડિઝલની કિંમત SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટમાં જણાવ્યા મુજબ તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકો છે. HPCL ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને કિંમત જાણી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.