ટૂંક સમયની અંદર જ પેટ્રોલ 75 રૂપિયા લીટર મળશે? જાણો શું છે મોદી સરકારનો પ્લાન

રાષ્ટ્રીય(National): આપણે સૌ જાણીએ છીએ કે, પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લીધે મધ્યમ વર્ગના લોકોને ખુબ જ તકલીફો પડી રહી છે. હકિકતમાં સરકાર પેટ્રોલ અને ડીઝલના જીએસટીના દાયરામાં લાવવાનો પ્લાન કરી રહી છે અને જો એવું થયું તો દેશભરમાં પેટ્રોલના ભાવ 75 રુપિયા અને 68 રુપિયા પ્રતિ લિટર સુધી આવી શકે તેવી સંભાવનાઓ છે.

GST પર મંત્રીઓની એક પેનલ એક દેશ અને એક દર હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદકો પર ટેક્સ લગાવવા માટે વિચાર કરશે.મળતી માહિતી અનુસાર મામલાથી જોડાયેલા લોકોના જણાવ્યાનુસાર ગ્રાહકો માટે ઈંધણની કિંમત અને સરકારી રાજસ્વમાં સંભવિત મોટા ફેરફાર માટે આ એક મહત્વના અને મોટા પગલા હોઈ શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા વાળા પેનલ શુક્રવારના રોજ લખનઉમાં થનારી 45મી GST પરિષદની બેઠકમાં પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં હાઈકોર્ટ તરફથી પેટ્રોલ અને ડીઝલની GST ના દાયરામાં લાવવાના નિર્દેશ બાદ જીએસટી(GST) કાઉન્સિલ સમક્ષ આ મામલો 17 સપ્ટેમ્બરના રોજ લાવવામાં આવશે. એક અધિકારીએ જણાવતા કહ્યું છે કે, રાજસ્વને જોતા GST પરિષદના ઉચ્ચ અધિકારી પેટ્રોલિયમ પદાર્થો પર એક સમાન જીએસટી લગાવવા માટે તૈયાર નથી.

શું સસ્તા થઈ જશે પેટ્રોલ અને ડીઝલ?
આ વર્ષે માર્ચમાં SBIની ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટે પોતાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જો પેટ્રોલિયમ ઉત્પાદોને GST ના દાયરામાં લાવવામાં આવેશે. તો કેન્દ્ર અને રાજ્યોની GDPમાં માત્ર 0.4 %થી બરાબરનો ઘટાડો આવ્યો છે. ત્યારે જીએસટીના દાયરામાં પેટ્રોલિયમ ઉત્પાદોને લઈને બાદમાં દેશમાં પેટ્રોલના ભાવ 75 રુપિયા અને ડીઝલના ભાવ 68 રુપિયા પ્રતિ લીટર સુધી આવી શકે તેવી શક્યતાઓ છે.

કોરોનાની દવાઓ પર છૂટછાટની શક્યતા:
GST પરિષદની 45મી બેઠકમાં કોરોનાને કારણે શક્ય સસ્તા સામાનની સમીક્ષા થઈ શકે તેમ છે. જીએસટી પરિષદની આ અગાઉ મહત્વની બેઠક 12 જૂનના વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત GST કાઉન્સિલ નવીનીકરણ પર 12 % અને લોખંડ, તાંબા ઉપરાંત અન્ય ધાતુ અવસ્કો પર 18 % જીએસટી લગાવવા પર વિચાર કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *