ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શને ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપૂર- આ રીતે કરો ઘર બેઠા દર્શન

ગુજરાત(Gujarat): રંગોનો પર્વ હોળી-ધૂળેટી ચાલી રહ્યો છે, ત્યારે એવામાં ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, આજે વહેલી સવારે 4 વાગ્યે ડાકોર રણછોડરાયજીની ભવ્ય મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો. ત્યારબાદ રાજા રણછોડને વિશેષ પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું.

હોળીના પર્વ નિમિતે દ્વારકામાં પણ ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર: ઘર બેઠા કરો દર્શન

હોળી પર્વ નિમિતે ઘર બેઠા કરો શામળાજી મંદીર દર્શન:

હોળીના આ પવિત્ર પર્વ પર વહેલી સવારેથી ભક્તોનો મંદિરમાં અવિરત પ્રવાહ ચાલુ છે. અમે તમને જણાવી દઈએ કે હાલ ડાકોરમાં ફાગણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગઈ કાલે ડાકોરમાં હોલિકા દહનનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. આજે પડતર દિવસ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જો કે પણ આજે 5 લાખ કરતા પણ વધારે ભક્તો રણછોડ ઠાકોરના દર્શન કરશે.

આજે 5 લાખ કરતા પણ વધારે ભક્તો રણછોડરાયજીના દર્શન કરશે:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *