ટ્રક રીવર્સ લેતા સર્જાયો ગંભીર અકસ્માત- મોપેડ સવાર નર્સ પર કાળમુખા ટ્રકનું ટાયર ફરી વળતા નીપજ્યું કરુણ મોત

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના ચીખલા(Chikhala) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલા નર્સ કર્મચારી(Nurse staff) મોપેડ પર જઈ રહી હતી ત્યારે ગરવાડા ગામે રોડ પર પાછળ લઇ રહેલા…

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના ચીખલા(Chikhala) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલા નર્સ કર્મચારી(Nurse staff) મોપેડ પર જઈ રહી હતી ત્યારે ગરવાડા ગામે રોડ પર પાછળ લઇ રહેલા ટ્રકચાલકે નર્સને અડફેટમાં લઇ લેતાં ટાયર નીચે કચડાઈ જતા નર્સનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાનાને કારણે કલવાડા(Kalwada) ગામ અને જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં અત્યંત શોકની લાગણી વ્યાપી ગઇ હતી. અકસ્માત(Accident) સર્જનાર ટ્રકચાલક ઘટનાસ્થળેથી નાસી છુટ્યો હતો. રૂરલ પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડના કલવાડા ગામે ડુંગરિયા જલારામ ફળિયામાં રહેતા અને વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મહિલા નર્સ કર્મચારી 51 વર્ષના રેખાબેન સુરેશભાઈ પટેલ વલસાડ નજીક ચીખલા પીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન રવિવારના રોજ તેઓ સવારમાં મોપેડ લઇને ચીખલા પીએચસી ગયા હતા. ત્યાર પછી બપોરે 2:30 વાગ્યાની આસપાસ વલસાડ ચીખલાથી ખેરગામ રોડ થઇ પોતાના ઘરે કલવાડા પરત મોપેડ લઈને આવી રહ્યા હતા. આ દરમિયાન વલસાડ ખેરગામ રોડ નજીક આવેલા ગોરવાડા ફાટક નજીક બુલેટ ટ્રેનના માર્ગનું કામ જોરશોરથી ચાલી રહ્યું હતું.

ત્યારે આ સ્થળેથી એક ટ્રક ચાલક ટ્રકને ટર્ન લઇ જવા માટે પાછળ લેતા મોપેડ પર પસાર થઇ રહેલા નર્સ રેખાબેનને અડફેટે લઇ લીધાં હતા અને ટ્રકની પાછળનું ટાયર રેખાબેન પર ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ગંભીર અકસ્માત થતાં જ ગભરાયેલો ટ્રક ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા.

કલવાડના સરપંચ બિપીનભાઈ પટેલ અને અગ્રણી મુકેશભાઈ પટેલ પણ અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી108 એમ્બુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા રેખાબેનને માથા અને શરીરના ભાગે ખુબ જ ગંભીર ઈજાઓને લઈને તેમનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ કરુણ ઘટનાને લઇ કલવાડા અને જીલ્લાપંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *