દુનિયામાં અવારનવાર કુદરતી ઘટનાઓ બનતી રહે છે. જેમાં કરોડો લોકોને તકલીફો સહન કરવી પડતી હોય છે. કુદરતી આફત ક્યારે આવે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. પણ જયારે આવે છે ત્યારે ના થવાનું થઇ જાય છે. જેનાથી લોકોને ભારે તકલીફો સહન કરવી પડતી હોય છે.
ફિલિપાઈન્સ દેશના પાટનગર મનિલાથી 110 કિલોમીટર દૂર આવેલો તાલ જ્વાળામુખી ફાટયો હતો. એની જ્વાળા 1600 ફૂટ સુધી ઊંચી ફાટી હતી અને 50 હજાર ફૂટ ઊંચે સુધી માત્ર રાખનું વાદળ છવાઈ ગયું હતું. જ્વાળામુખી ફાટયા પછી આખા વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો. અહિયાં અંદાજે 20 કરતા વધુ લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાયું હતું.
ફિલિપાઈન્સમાં તાલ નામનો જ્વાળામુખી સક્રિય થયો હતો. તેમાંથી નીકળતા લાવાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની જ્વાળા 1600 ફૂટ સુધી ઊંચી ઉઠી હતી. આકાશમાં 50 હજાર ફૂટ સુધી જ્વાળામુખીની રાખનું વાદળ છવાઈ ગયું હતું.
ફિલિપાઈન્સની રાજધાની મનિલા સુધી એની આગ પહોંચી હતી. પાટનગરથી 110 કિલોમીટર દૂર આવેલા આ જ્વાળામુખીની રાખ મનિલા સુધી પહોંચી હતી.તાલ આસપાસનો આખો વિસ્તાર તાત્કાલિક અસરથી ખાલી કરાવાયો હતો અને લગભગ 20 હજાર કરતા વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું.
એ વિસ્તારમાંથી પસાર થનારી 250 કરતા વધુ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. તાલ સરોવર પાસે આવેલો આ જ્વાળામુખી ફાટયો તેની હવામાનમાં ગંભીર અસરો થઈ હતી. વાદળોની ગર્જના અને વીજળીનો અનુભવ થયો હતો. એટલું જ નહીં, ભૂકંપના નાના-મોટા 75 જેટલાં આંચકાં અનુભવાયા હતા.
જ્વાળામુખીનો લાવા 10-15 કિલોમીટરના અંતર સુધી ફેલાયો હતો. વિજ્ઞાાનિકોના અંદાજ પ્રમાણે હજુ આ જ્વાળામુખી ફાટવાની શરૂઆત છે અને તેની અસર વધારે તીવ્ર થઈ શકે છે. જો એવું થશે તો આખું તાલ સરોવર લાવાથી ભરાઈ જશે અને તેના કારણે તળાવનું પાણી સુનામીના મોજાંની જેમ ઉછળશે.
તાલ દુનિયાના સૌથી નાના જ્વાળામુખી પૈકીનો એક છે. એ ફિલિપાઈન્સનો બીજા નંબરનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. વિજ્ઞાાનિકોના દાવા પ્રમાણે છેલ્લાં 450 વર્ષોમાં આ જ્વાળામુખી 34 વખત ફાટયો છે. 1977માં છેલ્લી વખત આ જ્વાળામુખી ફાટયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.