હાઇવે પર એકસાથે 160 વાહનો ટકરાતા સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળે જ એકસાથે આટલા બધા લોકોના મોત  

હાલમાં એક એટલો ગંભીર અકસ્માત સર્જાયો હતો કે, વાહનો એક બીજાની ઉપર ચઢી ગયા હતા. ઘણી ગાડીઓ ટ્રકો નીચે દબાઇ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત બાદ બે કિલોમીટરથી વધુ વિસ્તારને અસર થઈ હતી.

ભયાનક અકસ્માત બાદ ડઝનબંધ લોકો બર્ફીલા તોફાનની વચ્ચે રાતભર ફસાયેલા રહ્યા. બચાવકર્તાઓએ સવારે ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકર્તાઓએ ઘણી મહેનત કરી હતી. ફોર્ટ વર્થ ફાયર ચીફ જીમ ડેવિસે કહ્યું, “ઘણા લોકો એવા હતા કે જેઓ તેમના વાહનોમાં અટવાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા હાઇડ્રોલિક બચાવ ઉપકરણોનો ઉપયોગ કરવો પડ્યો હતો.”

અધિકારીઓના જણાવ્યા અનુસાર અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની છે, જે તોફાનને કારણે સર્જા‍ઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એક ટ્રક પરનો કાબૂ ગુમાવી દેતાં આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. ટ્રકનો કાબુ ગુમાવવાને કારણે કારનો ટોળા ઉમટી પડ્યા હતા.

મેડસ્ટરના પ્રવક્તા મેટ ઝાવડેસ્કીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ઓછામાં ઓછા 65 લોકોની હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી 36 લોકોને ઘટના સ્થળેથી એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવામાં આવ્યા હતા. આ સિવાય ઘણા લોકોને નજીવી સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ટેક્સાસનો ફોર્ટ વર્થની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *