તમે ક્યારેય તમારા ઘરની બહાર વહેતી ચોકલેટની નદીની કલ્પના કરી છે? જો આવું થાય છે, તો ફક્ત કલ્પના કરો કે, તમે પહેલા ચોકલેટ ખાશો કે તમારી જાતને બચાવશો? રસ્તા પર આપણે ખાલી પાણીનું પુર જોયું હશે. પરંતુ અમે તમને એક ઘટના જણાવી રહ્યા છીએ જ્યા રસ્તા પર પાણીની જગ્યાએ ચોકલેટની નદી વહેતી જોવા મળી હતી. તસવીરોમાં જુઓ ચોકલેટની નદી કેવી રીતે રસ્તા પર વહી રહી છે.
હકીકતમાં, આ વિચિત્ર ઘટના જર્મનીના વેસ્ટોનેન નામના શહેરમાં બની છે. ત્યાંના રસ્તાઓ પર અચાનક મોટી માત્રામાં ચોકલેટ વહેવા લાગી. વેસ્ટોનેનમાં ચોકલેટ ફેક્ટરી હતી. આ ફેક્ટરીમાં ચોકલેટ સ્ટોરેજ ટાંકીમાં લિકેજ થતું હતું. આને કારણે અહીંના રસ્તા પર ચોકલેટ વહેવા લાગી. જાણે રસ્તા પર ચોકલેટની કોઈ નદી વહી રહી હોય.
આ મોટા લિકેજને કારણે શેરીઓમાં એક ટન ચોકલેટ વહી ગઈ. જેના કારણે લોકોને ટ્રાફિકમાં મુશ્કેલી આવી રહી હતી. લપસણો રસ્તો હોવાને કારણે લોકો ચાલવામાં અસમર્થ હતા. તસવીરોમાં આ સ્થાનનું દૃશ્ય જોઈને તમને એવું જ લાગશે કે, જાણે રસ્તા પર ચોકલેટની કોઈ નદી વહેતી હોય.
ત્યારબાદ, આ ચોકલેટને સાફ કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. સમગ્ર શહેરની અવરજવર અટકી ગઈ હતી. આ પછી, તમે જાણીને સ્તબ્ધ થઈ જશો કે, આટલી મોટી માત્રામાં ચોકલેટનો બગાડ થયા પછી ફેક્ટરીના માલિકે કહ્યું કે, તેને કોઈ ખાસ નુકસાન થયું નથી. આ ચોકલેટ નદીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle