કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 16 મેના રોજ સુખદેવ વિહાર પાસે અમુક પ્રવાસી મજૂરોની મુલાકાત લીધી હતી. ખબર અનુસાર તેમણે મજૂરોને ખબર અંતર પૂછી ને તેમના વતન જવા માટે મદદ કરી હતી. આ આખી ઘટનાને અમુક યુઝર બે અલગ રીતે શેર કરી રહ્યા છે. બંને ફોટામાં દેખાય રહેલ મહિલાને મુદ્દો બનાવીને પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે ‘ઈનોવા માં સવારી કરવાવાળા મજુર ભારતમાં ક્યાં જોવા મળે છે?‘ રાહુલ ગાંધી સાથે દેખાઈ રહેલી મહિલા ઇનોવા ગાડીમાં બેઠેલી હોવાથી તેના મજુર હોવા પર પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે.
दया, पता लगावो, ये इनोवा मे सवारी करने वाले श्रमिक भारत मे कहा पाए जाते है?
— Himmat Kanani (@kananihimmat) May 19, 2020
हमे बड़ी फिकर है कई ये श्रमिक के नाम पे घोटाला तो नही?
@ketanvirani_ @KetanPatel0079 @Maheshpurohit6 @iamTank7944 pic.twitter.com/oRS3MKdnu4
આ ફોટાઓને રીવર્સ ઈમેજમાં સર્ચ કરવાથી અમને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં પ્રેસીડેન્ટ અજય કુમાર લલ્લુ નું ટ્વીટ મળ્યું. આ ટ્વિટ ૧૬ મેના રોજ જયારે રાહુલ ગાંધી મજૂરોને મળ્યા ત્યારે કરવામાં આવ્યું હતું. આ ટ્વિટમાં ચાર ફોટા છે. જે મહિલાને મુદ્દો બનાવી આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે, તે આ ચાર ફોટામાંથી ત્રણ ફોટા માં દેખાઈ રહી છે.
અજય કુમાર ના આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, ‘દિલ્હીના આશ્રમ વિભાગમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ તરફ પગપાળા જઈ રહેલા મજુરોને અચાનક રાહુલ ગાંધી મળવા પહોંચ્યા. થોડો સમય ત્યાં રોકાઈને તેમના દર્દને સમજ્યું.’ આ દરેકને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે બંને તસવીરમાં એક ગાડીમાં અમુક લોકો બેઠેલા દેખાય છે.
दिल्ली के आश्रम इलाकें में मप्र और उप्र की ओर पैदल चल रहे प्रवासी मजदूरों से अचानक मिलने पुहंचे श्री राहुल गांधी जी।
— Ajay Kumar Lallu (@AjayLalluINC) May 16, 2020
कुछ देर उनके साथ रुककर उनके दर्द को समझा।
इन सभी को इनके घर भेज दिया गया है। pic.twitter.com/QZ4jENs2ZC
રાહુલ ગાંધીની મજૂરો સાથે મુલાકાતને મીડિયાએ પણ રિપોર્ટ કરી છે. ૧૬ મેના રોજ એ ANI દ્વારા મુલાકાતની કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. તેમાંથી પહેલી તસ્વીરમાં રાહુલ ગાંધી મજૂરોને હાલચાલ પૂછતા દેખાઈ રહ્યા છે. બાકીની 3 તસ્વીરમાં મજૂરો તેમના સામાન સાથે ગાડીમાં બેઠેલા નજરે પડે છે. આ ટ્વિટમાં ANI દ્વારા હરિયાણાથી આવી રહેલા એક મજૂરના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ, કોંગ્રેસ કાર્યકર્તાઓ એ તેમને તેમના ઘર સુધી પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરી આપી હતી.
Delhi: Congress leader Rahul Gandhi interacted with migrant labourers who were walking near Sukhdev Vihar flyover to return to their home states. Party volunteers later arranged vehicles to take them to their homes. A labourer, Monu says "Coming from Haryana,have to go to Jhansi" pic.twitter.com/SMbnejiZpK
— ANI (@ANI) May 16, 2020
કેટલાક મીડિયા આઉટલેટ દ્વારા આ ઘટના પર વિડીયો રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું છે. જનસત્તા ના એક વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ 25 પ્રવાસી મજૂરોને ગાડીની વ્યવસ્થા કરી તેમના ઘર સુધી પહોંચાડ્યા. વીડિયોમાં 1 મિનિટ 45 સેકન્ડ પર તે જ મહિલાને ગાડીમાં બેસતી જોઈ શકાય છે, જેની તસવીર વાયરલ કરવામાં આવી રહી છે. વીડિયોમાં એક પ્રવાસી મજુર જણાવે છે કે, રાહુલ ગાંધી થોડી વાર પહેલાં જ અમને મળવા આવ્યા હતા. તેમણે અમારા માટે ગાડી બુક કરી અને કહ્યું કે અમને ઘર સુધી છોડી જશે. તેમણે અમને ખોરાક પાણી અને માસ્ક પણ આપ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news