નશેડીઓ દારૂ લેવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને બદલે અપનાવે છે આ તરકીબ

દેશના મોટાભાગના વિસ્તારોમાં દારૂની દુકાનો લગભગ ૪૦ દિવસ બાદ સોમવારના રોજ ફરીથી ખુલી અને ત્યાં લોકોની ખૂબ ભીડ જોવા મળી. જોકે કેટલાક સ્થળો પર સામાજિક અંતર રાખવાના નિયમોનું પાલન ન કરવાને કારણે દુકાનોને ફરીથી બંધ કરવામાં આવી. કર્ણાટકના બેંગ્લોર અને અન્ય ભાગોમાં પણ દારૂની દુકાનો ખુલ્લી અને મોટી સંખ્યામાં લોકો ખરીદવા માટે પહોંચ્યા. કર્ણાટકમાં કેટલીક જગ્યાઓ પર દારૂના શોખીનો દારૂની દુકાન ફરીથી ખોલવાનો ઉત્સવ ઉજવ્યો. કર્ણાટકમાં લોકોએ દારૂ લેવા માટે ગજબનો જુગાડ લગાવ્યો.

લાઈનમાં ઊભા રહેવાની જગ્યાએ ઉભા રહેવાના સ્થળ પર બોટલ, થેલા, હેલ્મેટ અને ચપ્પલ જેવી વસ્તુઓ મૂકી દીધી. આ નજારો કર્ણાટકના હુબલી શહેરનો છે.ગોકુલ રોડ પર આવેલી દારૂની દુકાન સામે લાઇનમાં ઉભા રહેવાની જગ્યા એ ત્યાં પોતાનો સામાન તે જગ્યા પર રાખી દીધો અને દૂર ઊભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોવા લાગ્યા. ન્યુઝ એજન્સી એએનઆઇ એ આ તસવીરોને ટ્વિટર પર શેર કરી છે.

આ જુગાડ ને જોઈને લોકો હસી-હસીને બેવડ વળી ગયા. તેમણે કમેન્ટમાં મજેદાર કમેન્ટ કર્યા અને રિએક્શન પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હી, બેંગ્લોર, મુંબઈ અને લખનૌ તેમજ અન્ય શહેરો સહિત દેશના અલગ-અલગ ભાગોમાં દ્રશ્યો જોવા મળ્યા છે.જ્યારે મોટી સંખ્યામાં ન ફક્ત પુરુષો પરંતુ કેટલીક મહિલાઓ પણ દારૂની દુકાન ખોલવાથી પહેલાં જ લાઇનમાં ઊભી રહી ગઇ હતી.એક દુકાન પર પહેલા ગ્રાહક નું સ્વાગત ફુલોનો હાર પહેરાવી કરવામાં આવ્યું, જ્યારે અન્ય દુકાન પર ગ્રાહકનું સ્વાગત નારિયેળ ફોડી કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *