રામનવમીના દિવસે થયેલા કોમી છમકલા બાદ વિવાદાસ્પદ પોસ્ટ મૂકનાર PI સસ્પેન્ડ- રામ અને હનુમાનજી વિશે જાણો શું લખ્યું હતું…

વડોદરા(Vadodara): શહેરમાં રામનવમી(Ram Navami)ના દિવસે કોમી છમકલું થયા પછી સોશિયલ મીડીયા(Social media)માં વિવાદાસ્પદ પોસ્ટ મૂકનાર શહેર એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટ(AHUI)નાં PIને સસ્પેન્ડ કરી દેવામાં આવતા શહેર પોલીસ તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. PI દ્વારા સોશિયલ મીડીયામાં ‘રામ ભગવાન થે, હનુમાન બંદર થે’, ‘રામ પૈદલ ચલતે થે ઔર હનુમાન ઉડતે થે. ક્યોંકી હનુમાન કે પાસ આરક્ષણ થા.’ આવી બે વિવાદાસ્પદ પોસ્ટ મુકવામાં આવી હતી.


વિવાદાસ્પદ પોસ્ટ મુકનાર AHUIના પી.આઇ. સસ્પેન્ડ

મળતી માહિતી અનુસાર, હાલમાં છેલ્લા એક વર્ષથી વડોદરા શહેર પોલીસ તંત્રમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની નિશાંત સોલંકી ફરજ બજાવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં વડોદરામાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રામાં ફતેપુરામાં કોમી છમકલું થવા પામ્યું હતું. કોમી છમકલા બાદ PI નિશાંત સોલંકીએ પોતાના ફેસબુક પર ‘રામ ભગવાન થે, હનુમાન બંદર થે’, ‘રામ પૈદલ ચલતે થે ઔર હનુમાન ઉડતે થે. ક્યોંકી હનુમાન કે પાસ આરક્ષણ થા’ તેમજ ‘જિસ દેશમેં….પૂજા હોતી હૈ, ઉસ દેશ કે મંદિરો મેં બલાત્કારી નહિં બેઠેંગે તો ક્યાં સંસ્કારી બેઠેંગે…!’ તે પ્રકારની પોસ્ટ મુકતા તે ખુબ જ વાયરલ થઇ હતી.

મહત્વનું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની સેવામાં જોડાયેલા પોલીસ અધિકારી નિશાંત સોલંકી દ્વારા વિવાદાસ્પદ પોસ્ટ મુકવામાં આવતા પોલીસ તંત્રમાં પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. આ બાબત શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા નિશાંત સોલંકીએ રામનવમીના કોમી છમકલા બાદ વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હોવાની જાણકારી સામે આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા નિશાંત સોલંકીને તેઓના પદ પરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. PI નિશાંત સોલંકીને સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકવા બદલ સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવતા શહેર પોલીસ તંત્રમાં ફફડાટ મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *