અવાર-નવાર સોશિયલ મીડિયા ઊપર ખોટા મેસેજ વાયરલ થતા રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર ઘણી એવી ખોટી જાણકારી અને ફેક સમાચારથી ભરેલ છે. હવે એક યૂટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનંત્રી માનધન યોજના અંતર્ગત બધાના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાવવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, આ મેસેજ સોશિયલ મીડિયા ઊપર ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે. જોકે, હવે આ વીડિયોને લઈને પીઆઈબી ફેક્ટ ચેક તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ મામલે ટ્વીટમાં સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર આવી કોઈ યોજના નથી ચલાવી રહી અને આ દાવો ખોટો છે.
दावा: एक #YouTube वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार प्रधानमंत्री मानधन योजना के तहत सभी के खातों में प्रति माह 3000 रुपए की नगद राशि दे रही है।#PIBFactCheck: यह दावा फ़र्ज़ी है। केंद्र सरकार ऐसी किसी योजना के तहत प्रति माह 3000 रुपए नहीं दे रही है। pic.twitter.com/ZwcFRNfijt
— PIB Fact Check (@PIBFactCheck) October 5, 2020
દેશમાં ચાલી રહેલ કોરોના કાળમાં તમામ એવાલ સમાચાર અને વીડિોય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અનેક સરકારી યોજનાઓ અને માધ્યમથી લોકોને રૂપિયા મળવાની વાત કહેવામાં આવી રહી છે. પીઆઈબીએ આવા અનેક વીડિયોના દાવાની પોલ ખોલી દીધી છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર +918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle