સુરત(ગુજરાત): રાજ્યમાં બળત્કાર(Rape)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં સુરત(Surat)માંથી એક શરમજનક ઘટના સામે આવી છે. મંગળવારે સચિન GIDC(Sachin GIDC)માં ઘર પાસેથી રમતા રમતા ગાયબ થયેલી 4 વર્ષીય બાળકીને સચિન જીઆઇડીસી અને ક્રાઇમબ્રાંચ(Crime Branch)ની 10 ટીમો બનાવીને 5 કલાકની જહેમત બાદ રામેશ્વર કોલોની(Rameshwar Colony) પાસેથી ઝાડી ઝાંખરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવી હતી.
ત્યારબાદ બાળકીનું સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી પરિક્ષણમાં તેના ગળા અને પ્રાઇવેટ પાર્ટ(Private Part)માં ઇજાના નિશાન મળી આવ્યા હતા. બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસે(Police) નજીકના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરીને તેની ધડપકડ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, સચિન GIDCના શ્રમ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી બે બાળકો સાથે રમતા રમતા ઘરથી દૂર ચાલી ગઈ હતી. થોડા સમય પછી બાળકી ઘરે પરત ન ફરતા માતાએ તેની શોધખોળ કરવા માટે ગયા ત્યારે. તેઓએ બે બાળકોએ જણાવ્યું હતું કે, બાળકીને એક અંકલ લઈ ગયા છે. સચિન GIDC પોલીસમાં માતાએ બપોરે દોઢ ક્લાકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરી હતી. તે દરમિયાન તેમાં એક વ્યકિત બાળકીને લઈ જતો નજરે ચડ્યો હતો.
મળતી માહિતી મુજબ, મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં લઇ ગયા હતા. બાળકીની મેડિકલ પરિક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાનો મળી આવતા લાગે છે કે, તેની સાથે રેપ થયો હોય. હાલ બાળકીની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
પીડિત બાળકીના પિતાએ કહ્યું હતું કે, હું મંગળવારની સવારે પત્નીની તબિયત ખરાબ હોવાથી નાસ્તો બનાવતો હતો. ત્યારે બે માસુમ દીકરીઓ માંથી 4 વર્ષની દીકરી ઘર આંગણે રમતી હતી. થોડીવાર બાદ દીકરી અચાનક ગુમ થઇ ગઈ હતી. ત્યારે તેની શોધખોળ શરુ કરી હતી. લગભગ 7 કલાકની જહેમત બાદ એટલે કે, સાંજે 4:30 વાગે દીકરી ચુંથાયેલી હાલતમાં ઘરથી 3 કિલો મીટર દૂર જંગલમાંથી મળી આવી હતી. આ પછી પોલીસે તાત્કાલિક દુષ્કર્મ અંગે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.