કૈલાદેવીથી પુત્રને હજામત કરાવીને પરત ફરી રહેલા પરિવારને નડયો ગંભીર અકસ્માત- 3 ના મોત, 12 ઘાયલ

રાજસ્થાન: રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે. તેવામાં એક ગંભીર અકસ્માત રાજસ્થાન(Rajasthan)માંથી સામે આવ્યો છે. ધોલપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તાર(Sadar Police Station area of…

રાજસ્થાન: રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બની રહ્યા છે. તેવામાં એક ગંભીર અકસ્માત રાજસ્થાન(Rajasthan)માંથી સામે આવ્યો છે. ધોલપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તાર(Sadar Police Station area of Dholpur)ના ખાનપુરા ગામ(Khanpura village) પાસે મંગળવારે સવારે લોડિંગ કાર અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. શ્રદ્ધાળુઓ કારમાં કૈલાદેવીથી પરત(Return from Kailadevi) ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને આ અકસ્માતમાં નડયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. કાર સવારો આગ્રાના રહેવાસી છે અને તેઓ એકબીજાના સંબંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં કારમાં રહેલા પરિવારના સભ્યો ઊંઘી રહ્યા હતા. ડ્રાઈવરે અચાનક ઝોકું આવતા આ અકસ્માત સર્જાયો હતો. સોમવારે પરિવારનું 1 વર્ષનું બાળક મુંડન કરાવવા કૈલાદેવી આવ્યું હતું. મંગળવારે સવારે પરત ફરતી વખતે આ અકસ્માત સવારે 4 વાગ્યે થયો હતો.

સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપક બંજારાએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 12 લોકોને વાહનોમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર હાલતમાં આગ્રાને રેફર કરવામાં આવ્યા છે. મૃતદેહોને મોર્ચારીમાં રાખવામાં આવ્યો છે. કાર સવારો આગ્રાના સમાન વિસ્તારના રહેવાસી છે. તેઓ એકબીજાના સંબંધી છે. આ બે પરિવારના સભ્યો કૈલાદેવીમાં એક વર્ષના દીકરાને હજામત કરાવવા આવ્યા હતા. આ દરમિયાન પરત ફરતી વખતે સામેથી આવી રહેલી કેળાથી ભરેલી લોડિંગ ગાડી સાથે તેની કાર અથડાઈ હતી.

આ અકસ્માતમાં રૂનકાતા ગામની રહેવાસી 22 વર્ષીય જમુનાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય ઇકો વાહનના ડ્રાઇવર રાઘવેન્દ્ર ઉર્ફે રણજીત નિવાસી કિરાવલી અને મુસાફર સચીન જાટવ નિવાસી કોપાથલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *