અહિયાં ભૂકંપે મચાવ્યો હાહાકાર: એકસાથે અનેક બિલ્ડીંગો થયા ધરાશાયી

હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા જ સમયમાં હાલ તુર્કીમાં ભૂકંપની સ્થિતિ સર્જાય છે. તુર્કી તેમજ ગ્રીસમાં ભૂકંપનાં ભયંકર ઝટકાઓ જોવા મળ્યા છે. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ ઈઝમિર વિસ્તારનાં તટથી આશરે 17 કિમી દૂર 7.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી માસમાં તુર્કીનાં સિવ્રીસમાં ભૂકંપ આવવાનાં લીધે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ આ ભૂકંપનાં લીધે 1600 કરતા વધુ લોકો ઘાયલ થયા હતા. તેમજ ઘણા લોકોનાં મોત પણ થયા છે. આ ભૂકંપની ઘણી ભયંકર તસવીરો સામે આવી છે. આ તસ્વીરો કોઈપણ લોકોને હચમચાવી શકે છે.

ગ્રીસ તેમજ તુર્કીમાં શુક્રવારનાં રોજ 7.0 તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા આવ્યા હતા, એ પછી ઘણી બિલ્ડિંગને પણ નુકસાન થયું. ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીનાં ઇઝમિર શહેરથી 17 km દૂર હતું તેમજ અહીંયા 14 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જોકે ભૂકંપથી ધ્રૂજી ઉઠેલા તુર્કી તેમજ ગ્રીસ પર સુનામીનો ખતરો છે.

સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે…
ઇઝમિર શહેરમાં બિલ્ડીંગો ધરાશાયી થયા બાદ રસ્તા ઉપર કાટમાળનો ઢગલો જમા થઇ ગયો તેમજ અહીંયા દ્વશ્ય ખૂબ ભયંકર છે. પણ મુશ્કેલી એ વાતની છે કે, તુર્કી તેમજ ગ્રીસમાં ભારે ભૂકંપ પછી સુનામીનો ખતરો છે, જેનાં લીધે એલર્ટ જાહેર કર્યું છે.

ઇઝમિરમાં ધરાશાયી 20થી વધારે ઇમારતો થઇ છે…
ભૂકંપથી ઇઝમિર શહેરમાં 20થી વધારે બિલ્ડિંગો ધરાશાયી થઇ છે તેમજ રાહત અને બચાવ કાર્ય શરુ છે. કેટલાય લોકો કાટમાટની નીચેથી કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. ભૂકંપનાં મોટા આંચકા ઇંસ્તાબુલમાં પણ અનુભવાયા હતા, પણ નુકસાનને લઇને હાલ કોઈ રીપોર્ટ મળ્યા નથી. ઇઝમિર તુર્કીનું સૌથી સારો ટૂરિસ્ટ સ્પોટ છે, અહીંયા વર્ષ 1999માં પણ ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપમાં હજારો જીવ મૃત્યુ પામ્યા હતા

પ્રારંભમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી
યૂરોપીય-મધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે, પ્રારંભમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી તેમજ કેન્દ્ર યૂનાનનાં ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્રીપમાં હતું. અમેરિકાનાં ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ ભૂકંપની તીવ્રતા 7.0 જેટલી હતી. ભૂકંપનાં આંચકા પૂર્વી યૂનાનનાં પ્રાયદ્રીપોમાં પણ આવ્યા હતા. આ સિવાય રાજધાની એથેંસમાં પણ લોકોએ ભૂકંપને અનુભવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *