નીતા અંબાણીની આ ટેવ એવી છે કે, વર્ષના થોડા દિવસ બધું જ છોડીને કરે છે…

એશિયાની સૌથી અમીર ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી ઘણીવાર કોઇના કોઈ કારણથી ચર્ચામા આવતા હોય છે. મુકેશ અંબાણી દુનિયાના છઠ્ઠા ક્રમના સૌથી ધનીક વ્યક્તિ બની ગયા છે.

તેમને અમેરીકી મેગેઝિન ટાઉન એન્ડ કન્ટ્રી એ સાલ 2020 ના ટૉપ સમાજસેવકોનીની યાદીમા સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમા દુનિયાની સૌથી મોટી હસ્તિયોના નામ ઉમેરવામાં આવ્યા છે અને ભારતમાંથી ફક્ત નીતા અંબાણીનુ નામ જ તે યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. નીતા અંબાણીનુ સ્ટેટ્સ એ બોલીવુડની કોઈ સેલિબ્રીટીથી ઓછું નથી.

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી સેવાના કર્યોમાં પણ ખુબ જ સક્રિય રહેતા હોય છે. નીતા અંબાણી એ પોતાના ફેશન સેન્સના માટે પણ જાણીતી છે. મિત્રો નીતા અંબાણી પોતાની સ્ટાઇલ અને ફેશનથી પોતાની 56 વર્ષની ઉમરમાં હોવા છતાં પણ તે બોલિવુડ ની મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. નીતા અંબાણીના ડ્રેસ ,જ્વેલરી, અને ડ્રેસિંગ સ્ટાઇલ ને જોઇને કોઈપણ તેમનાથી પ્રભાવિત થઈ જાય છે. એમને લાલ રંગ સૌથી વધારે પસંદ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી માત્ર તેમના વ્યવસાયિક દ્રષ્ટિથી જ નહીં, પરંતુ તેમના ઊંચ વિચારો માટે પણ જાણીતા છે. જેમા શિક્ષણથી લઈને રમત સુધી પણ, નીતા અંબાણી સક્રિય છે. અને તે પોતે પણ એક શિક્ષક રહી ચૂકેલા છે. તે પોતે મુંબઇ સ્થિત ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ ના નિર્માણ માટે પણ જવાબદાર છે.

મિત્રો ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ પ્રખ્યાત છે અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલ છે.અને દેશની મોટી મોટી હસ્તીઓના બાળકો પણ આ શાળામાં અભ્યાસ કરવા જાય છે. તેમજ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી શાહરૂખથી સચિન તેંડુલકરના બાળકોએ પણ તેમનું પ્રાથામીક શિક્ષણ આ શાળામાં લીધું હતું.

મિત્રો ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે શાળામાં પ્રવેશનો સમય ચાલતો હોય છે, ત્યારે તે થોડા દિવસો માટે લોકો ને મળવાનું બંધ કરી દે છે. અને પોતાનો ફોન પણ બંધ કરી દે છે.નીતા અંબાણીએ કહ્યું હતું કે, તે માત્ર સામાજિક ક્રિયા પ્રતિક્રિયા ઘટાડી દે છે. તેમજ નીતા અંબાણી કહે છે કે શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પછી ઘણા બધા લોકોના ફોન આવવા માંડે છે.

નીતા અંબાણી કહે છે કે, જો હું મારા હાથમાં હોત તો મેં બધાને પ્રવેશ આપી દીધો હોત પરંતુ તેવું મારા માટે શક્ય નથી. તેમજ નીતા અંબાણી કહે છે કે, દરેકની ઇચ્છા છે કે તેમનું બાળક સર્વશ્રેષ્ઠ શાળામાં ભણે.નીતા અંબાણી કહે છે કે, જો દેશની તમામ સ્કૂલોમાં સારું શિક્ષણ આપવામાં આવતું હોત તો લોકો ધીરુભાઇ અંબાણી સ્કૂલથી પાછળ ન પડે. અને પછી મારે લોકોને સમજાવવાની જરૂર પણ ન પડે.

આજે સમગ્ર વિશ્વ નીતા અંબાણીને વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાંની ગણે છે. અને તેમના પતિ મુકેશ અંબાણી ભારતના સૌથી પ્રખ્યાત અને શ્રીમંત ઉદ્યોગપતિઓમાં શામેલ છે.નીતા અંબાણી એક સામાન્ય પરિવારમાં જ મોટા થયા હતા અને માત્ર 5 વર્ષની ઉમરમાં જ ભરત નાટ્યમ શીખી ચૂકેલા નીતા અંબાણીની માતા લોક નૃત્યાંગના અને નાના ભાઈ સિંગર હતા.

તેમજ ભરત નાટ્યમ શીખી ચૂકેલી નીતા અંબાણી ઘણા શો માં ભાગ લઇ ચુક્યા હતા અને અહીં તે મુકેશના પિતા ધીરુભાઇ અંબાણીને પસંદ આવી હતી. એકવાર ધીરુભાઇ અંબાણી તેની પત્ની સાથે એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તેમણે નીતાનું ભરત નાટ્યમ જોયું હતું.અને તે નૃત્યથી બંને એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ નીતાને તેમના ઘરની પુત્રવધૂ બનાવવા માંગતા હતા.

જ્યારે નીતાના લગ્ન મુકેશ અંબાણી સાથે થઈ રહ્યા હતા, ત્યારે તે એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતી.ત્યારે તેણે મુકેશની સામે એક માત્ર શરત મૂકી હતી કે લગ્ન બાદ તેને નોકરી છોડવાનું કહેવામાં આવશે નહી. નીતા તેના દિવસની શરૂઆત જ માત્ર 3 લાખની ચા સાથે કરે છે અને એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેકના કપમાં ચા પીવે છે.નોરીટેક ક્રોકરી સોનાથી ઘડાયેલી હોય છે અને તેના 50 નંગની કિંમત 1.5 કરોડ રૂપિયા છે.એટલે કે એક કપ ચાની કિંમત ૩ લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *