‘ગુલાબી ચા’ પીવા ઉમટ્યા લોકો! સ્વાદ એવો કે, ભુલાઈ જશે તમામ દુઃખ-દર્દ -જુઓ વિડીયો

કેટલાક લોકો ચાના એટલા શોખીન હોય છે કે તેઓ ચા (Tea) પીવાની એક પણ તક છોડતા નથી. ચા પીવી દરેક લોકોને પસંદ હોય છે. જયારે…

કેટલાક લોકો ચાના એટલા શોખીન હોય છે કે તેઓ ચા (Tea) પીવાની એક પણ તક છોડતા નથી. ચા પીવી દરેક લોકોને પસંદ હોય છે. જયારે કેટલાક લોકોને તો સવારે ચા પીધા વગર નથી ચાલતું. જ્યારે કેટલાક લોકો માટે ચા એનર્જી ડ્રીંક જેવી હોય છે. ચાના પ્રેમીઓ દેશના કોઈપણ ખૂણે જાય, ત્યાં ચા પીવાનું કરવાનું ભૂલતા નથી. જયારે સ્ટ્રીટ વેન્ડરોએ ચામાં અલગ-અલગ ફ્લેવર મિક્સ કર્યા છે.

ગુલાબી ચા બની ચર્ચાનો વિષય:
આ દિવસોમાં એક ચા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ચા લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્ટ્રીટ વેન્ડર પિંક કલરની ખાસ ચા બનાવે છે. લોકો આ ચા પીવા માટે ઉત્સુક બની રહ્યા છે. તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે, અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકો તેનો વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ લોકોએ જોયો છે અને 4 લાખથી વધુ લોકો દ્વારા તેને લાઈક પણ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yum Yum India | Madhur (@yumyumindia)

વાયરલ થયેલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, ચા બનાવવા માટે દુકાનદાર પહેલા કપમાં ખાવાની કઈ વસ્તુ તોડીને નાખે છે અને ત્યાર પછી, તેમાં ઘરે બનાવેલા સફેદ માખણનો ટુકડો નાખે છે. તેમજ છેલ્લે દુકાનદાર કપમાં ગુલાબી રંગની ચા નાખે છે. આ વીડિયો @yumyumindia નામના ફૂડ બ્લોગરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ફૂડ બ્લોગરે જણાવ્યું કે, આ ગુલાબી ચાની દુકાન લખનૌમાં આવેલી છે.

કાશ્મીરની પરંપરાગત ચા છે નૂન ચા:
આ ચાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને એક યુઝરે લખ્યું, ‘યે ગુલાબી નહીં નૂન ચાય હૈ’. અન્ય યુઝરે લખ્યું કે, ‘આ કાશ્મીરી ચા છે અને તેનો સ્વાદ જબરદસ્ત છે.’ તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગુલાબી રંગની ચા ‘નૂન ચાય’ તરીકે ઓળખાય છે. તેનો સ્વાદ ખારો છે. તેને કાશ્મીરમાં ‘શીર ચા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કાશ્મીરની પરંપરાગત ચા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *