આ હિરોઈને ત્રણ મહિના સુધી માણ્યુ હતુ હનીમુન અને આવી હતી ચર્ચામાં, પણ હવે છુટાછેડા સુધી પહોચી વાત

બોલીવુડના સિતારાઓ હમેશા ફિલ્મોમાં તો ધામધુમથી લગ્ન કરતા જોવા મળે છે.અને ઘણાય ફિલ્મી કલાકારોએ તો રીયલ લાઈફમાં પણ લગ્ન કર્યા છે અને સાથે પણ રહે…

બોલીવુડના સિતારાઓ હમેશા ફિલ્મોમાં તો ધામધુમથી લગ્ન કરતા જોવા મળે છે.અને ઘણાય ફિલ્મી કલાકારોએ તો રીયલ લાઈફમાં પણ લગ્ન કર્યા છે અને સાથે પણ રહે છે.અને ઘણાય કલાકારો પોતાના લગ્નજીવન અને લગ્નને લઈને દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બનતા હોય છે. ચાલો જાણીએ આજે એવાજ એક ફિલ્મી યુગલ વિષે કે, જેમની સ્ટોરી કોઈ ફિલ્મ થી કમ નથી.

સુસ્મિતા સેન ના ભાઈ રાજીવ સેનના લગ્ન અભિનેત્રી ચારુલ આસોપા સાથે નવેમ્બર ૨૦૧૯ માં થયા હતા. સતત ત્રણ મહિનાઓ સુધી હનીમુન મનાવવાના કારણે આ કપલ ખુબ ચર્ચામાં આવ્યું હતું. શરૂઆતમાં બંનેનો પ્રેમ ખુબ ગાઢ હતો,પણ છેલ્લા ઘણાબધા દિવસોથી ચારુલ અને દીકરી ઝીયાનાના જીવનમાંથી રાજીવસેનની ગેરહાજરીની ફેને નોંધ લીધી હતી.

ફેન્સનું માનવું છે કે, બંનેના લગ્નજીવનમાં ફરી કંઈક ઠીક ન હોય તેમ લાગી રહ્યું છે.જેમના ઘરે ચાર મહિના પહેલા જ દીકરનો જન્મ થયો છે, તેઓ એકબીજા સાથેની તસવીરો શેર કરી રહ્યા નથી. થોડા દિવસ પહેલા જ, ચારુ અસોપા રાજીવ વગર નાનકડી દીકરીને લઈને તેના વતન બિકાનેર જવા નીકળી હતી.

છેલ્લા ઘણા વર્ષમાં, એકવાર બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા. મે ૨૦૨૦માં રાજીવ દિલ્હી રહેવા જતો રહ્યો હતો અને તેમણે પહેલી એનિવર્સરી પણ સાથે સેલિબ્રેટ કરી નહોતી. જાે કે, થોડા અઠવાડિયા બાદ તેમના સંબંધોમાં થોડો સુધારો આવ્યો હતો અને ફરીથી તેમણે ઓનલાઈન તેમની રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું.

પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવામાટે જ્યારે ચારુલ પોતાના પરિવાર  સાથે ઉદયપુર ગઈ ત્યારે તેણે તેની દીકરી સાથેની અઢળક તસ્વીરો પોસ્ટ કરી હતી.ત્યારે પણ રાજીવ સેનની ગેરહાજરીને લઈને અનેક સવાલો ઉઠેલા હતા ભૂતકાળમાં પણ દીકરીના જન્મ પહેલા પણ, ચારુ અને રાજીવ વચ્ચે મતભેદ થયા હતા. રાજીવ ઘર છોડીને દિલ્હી જતો રહ્યો હતો જ્યારે ચારુ લોકડાઉન દરમિયાન મુંબઈ સ્થિત ઘરે એકલી રહેતી હતી. ચારુ અસોપાએ પતિ પર તેને ખરાબ સમયમાં એકલી છોડીને જતા રહેવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આમ લગ્ન પેહલા પણ બંને વચ્ચે જગડાઓ ચાલતા તે છતાં બંનેએ લગ્ન પણ કર્યા અને ત્યારબાદ પોતાના હનીમૂનના લીધે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા હજુ પણ બંને વચ્ચે મીઠા જગડાઓ શરૂ છે બંને વચ્ચે સમાધાન પણ થતા રહે છે પણ આ વખતે મામલો મેદાને હોય એવું ફેન્સ માં ચર્ચા થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *