હે ભગવાન… આ માણસ જ છે ને..? આખેઆખા બે જગ પાણી પીને મોઢા માંથી બહાર કાઢ્યું અઢી લીટર પાણી…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અનેક પ્રકારના વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. જેમાં વ્યક્તિ પોતાનામાં રહેલ ટેલેન્ટ પણ વિડીયોના માધ્યમથી…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અનેક પ્રકારના વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. જેમાં વ્યક્તિ પોતાનામાં રહેલ ટેલેન્ટ પણ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતાના આબેહુબ ટેલેન્ટથી શરીરની અંદર રહેલું પાણી પોતાના મોઢા દ્વારા બહાર કાઢવાનું હુનર ધરાવી રહ્યો છે. આ વિડીયો રાજસ્થાન(Rajasthan)નો છે.

જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના પિન્ટુ મિસ્ત્રી ઉર્ફે પિન્ટુભાઈ પાસે એક અનોખી જ કળા છે. આ દિવસોમાં પિન્ટુભાઈના વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

પિન્ટુનો વાયરલ વિડીયો લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વિડીયો પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક પિન્ટુની આ કળાને સામાન્ય કહી રહ્યા છે તો કેટલાક અદ્ભુત કહી રહ્યા છે. વિડીયો પર ઘણી ફની કોમેન્ટ્સ પણ કરવામાં આવી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આ ભાઈ આગ ઓલવવામાં ઉપયોગી થશે તો અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, આ માણસ વિદેશથી સામાન લાવવામાં ઘણો કામમાં આવશે.

કોણ છે પિન્ટુ મિસ્ત્રી?
તમને જણાવી દઈએ કે પિન્ટુ મિસ્ત્રી રાજસ્થાનના ભરતપુર જિલ્લા મુખ્યાલયમાં કેનન સર્કલ સ્ક્વેર પાસે કોરિયાના મોહલ્લાનો રહેવાસી છે. તેઓ રેફ્રિજરેટર્સના રીપેરીંગનું કામ કરે છે. જ્યારે તેને કામ મળતું નથી ત્યારે તે રોજના રૂ.40ના ભાડા પર રિક્ષા ચલાવે છે. તે નાનપણથી જ પોતાના પેટમાં નાખેલ ખાદ્ય પદાર્થ કે પાણી મો દ્વારા જ બહાર કાઢવાનું હુનર ધરાવે છે.

પિન્ટુએ જણાવતા કહ્યું છે કે, તેઓ શ્વાસ રોકીને પાણી, દૂધ, દ્રાક્ષ, નારંગી વગેરે પીવે છે અને ગળી જાય છે. આ પછી, તેઓ પેટની અંદર રહેલ ખાદ્યને મોં તરફ પાછા ખેંચવાનો પ્રયાસ કરે છે અને સફળ પણ થાય છે. પિન્ટુ અઢી લીટર પાણી કે દૂધ પીને પેટમાંથી બહાર કાઢી શકે છે. બાળપણમાં મજાકમાં આવું કરતો હતો. પછી પ્રેક્ટિસ કરીને તે આ કળામાં નિષ્ણાત બની ગયો. જેના કારણે અત્યાર સુધી તેણે કોઈ શારીરિક સમસ્યા થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *