મરીને પણ સાત લોકોમાં અમર થઇ ગયો આ પાટીદાર યુવક, ખેડૂત પરિવારના એક નિર્ણયથી મહેકી ઉઠી માનવતા

દુનિયામાં દર એક મીનીટે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નાની ઉંમરે…

દુનિયામાં દર એક મીનીટે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નાની ઉંમરે ખેડૂતભાઈના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાડકવાયા દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. સમગ્ર ગામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના સભ્યોએ લાડકવાયા દીકરાને ગુમાવ્યા બાદ એક માનવતાનું ઉતમ ઉદાહરણરૂપ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે.

પરિવારના લોકોએ દીકરાનું અંગદાન કરીને 7 લોકોને નવું જીવનદાન આપ્યું છે. આ સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વરના હજાત ગામના 24 વર્ષના શૈશવ નામના યુવકને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.

જયારે આ ઘટના વિષે પરિવારના લોકોને જાણ થતાની ત્યારે સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છવાય ગયો હતો. દીકરાના મૃત્યુ બાદ પરિવારના લોકોની ઈચ્છા હતી કે દીકરાના શરીરના 7 અંગનો દાન કરવામાં આવે. ત્યાર બાદ દીકરાનું અંગદાન કરવામાં આવ્યું હતું. મેકેનિકલ એન્જિનિયર કરતો કોળી પટેલ સમાજના 24 વર્ષીય શૈશવ 13 માર્ચના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાનું બુલેટ લઈને પોતાના ગામમાં જઈ રહ્યો હતો. ત્યારે જ રસ્તા પર બસ સ્ટેશન પાસે અચાનક તેનું બુલેટ સ્લીપ ખાઈ ગયું હતું.

આ અકસ્માતની ઘટનામાં શૈશવને માથાના ભાગે ખુબજ ગંભીર ઈચ્છા પહોંચી હતી. શૈશવને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો. સુરતમાં આવેલી એઈમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે. 17 માર્ચ ના રોજ સારવાર દરમિયાન યુવકને બ્રેઈનડેટ જાહેર કરવામાં આવ્યો હતો.

પરિવારમાં દીકરાનું મોત થતા જ માતમ છવાયો હતો. પરિવારના લોકોએ દીકરાનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. સુરતમાં આવેલી મહાવીર હોસ્પિટલમાં હૃદય, અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલમાં ફેફસા, ઝાયડસ હોસ્પિટલમાં લીવર અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પિટલમાં ફાળવવામાં આવી હતી. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં પરિવારના આ કાર્યની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે.

જયારે મૃતક યુવકની બહેન સાથે વાત કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે, મારે એકનો એક ભાઈ છે. મારો ભાઈ ભલે આજે અમારી વચ્ચે રહ્યો નથી. પણ 7 જેટલા વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. મારા ભાઈ મને નવા સાત ભાઈ મળ્યા છે. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. અંતિમ વિદાય વખતે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *