સુરતમાં બ્રીજ પરથી નીચે ખાબક્યું ‘રોડ રોલર’ – ઓપરેટરનો તો ઘટના સ્થળે જ છૂંદો બોલી ગયો

સુરત(Surat): શહેરના કામરેજ(Kamrej)ના ઉભેળ(Ubhel) ગામે નેશનલ હાઈવેના બ્રિજ(National Highway Bridge) ઉપરથી રોડ રોલર નીચે પટકાયું(Accident) હતું. રોડ રોલર નીચે ઊંધુ પટકાતા ઓપરેટરનો છુંદો બોલી ગયો…

સુરત(Surat): શહેરના કામરેજ(Kamrej)ના ઉભેળ(Ubhel) ગામે નેશનલ હાઈવેના બ્રિજ(National Highway Bridge) ઉપરથી રોડ રોલર નીચે પટકાયું(Accident) હતું. રોડ રોલર નીચે ઊંધુ પટકાતા ઓપરેટરનો છુંદો બોલી ગયો હતા. જો કે, ભારેખમ રોડ રોલર લોકોથી ઉંચકાય તેમ પણ ન હોવાથી ઓપરેટરનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

રોડની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત:
આ અકસ્માતની ઘટનામાં ઓપરેટરનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો. ઓપરેટર અમિતનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, રોડની કામગીરી દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હતો.

મહત્વનું છે કે, આ અકસ્માતની ઘટનામાં ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નિર્માણાધીન બ્રિજ પરથી રોડ રોલર નીચે રોડ પર પટકાતાં ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના રહીશો અને ત્યાં કામ કરતા લોકો ભેગા થઈ ગયા હતા.

જો વાત કરવામાં આવે તો રોડ રોલર નીચે પટકાઇ ઊંધું વળી ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં ચાલક રોડ રોલર નીચે દબાઇ જવાને કારણે લોહીના ફૂવારા છૂટ્યા હોય તેમ રસ્તા પર લોહીની નદી વહી હતી. રોડ રોલર નીચે દબાયેલા ચાલકનો બચાવ થાય તે અગાઉ જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોચ્યો હતો અને પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. તેમજ આ અકસ્માતની ઘટનામાં મૃતક રોડ રોલરના ચાલકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખેસડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *